Home મનોરંજન - Entertainment ગ્રેમી એવોર્ડ્સ 2024 ભારતના સંગીતકારો અને ગાયકોએ ધૂમ મચાવી

ગ્રેમી એવોર્ડ્સ 2024 ભારતના સંગીતકારો અને ગાયકોએ ધૂમ મચાવી

53
0

(જી.એન.એસ),તા.૦૫

ગ્રેમી એવોર્ડ્સ 2024 સમાપ્ત થઈ ગયો છે. આ વખતે આ એવોર્ડ ઘણી રીતે ખાસ હતો. ઓસ્કાર અને ગોલ્ડન ગ્લોબ જેવા પુરસ્કારો જીત્યા બાદ ભારતે હવે ગ્રેમીમાં પણ ધૂમ મચાવી છે. ઘણા ભારતીય સંગીતકારોના પર્ફોર્મન્સને આ વર્ષે ગ્રેમી માટે નોમિનેટ થયા હતા. જેમાં ભારતે તેમાંથી મોટાભાગના જીત્યા હતા. 05 ફેબ્રુઆરી 2024 એ સંગીત જગત માટે ખૂબ જ ખાસ દિવસ હતો. આ દિવસે ગ્રેમી એવોર્ડ ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં વિશ્વભરના બેસ્ટ સંગીતકારો અને ગાયકોનું પ્રદર્શન જોવા મળ્યું હતું. પરંતુ આ વખતે દેશના કલાકારોએ ગ્રેમી 2024 એવોર્ડ સમારોહમાં કમાલ કરી દીધી હતી. આ વખતે ગ્રેમી માટે ઘણા સંગીતકારોના પરફોર્મન્સને નોમિનેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ભારતીય કલાકારો જીત્યા હતા. શંકર મહાદેવનથી ઝાકિર હુસૈન જેવા કલાકારોએ સંગીતના મંચ પર દેશને ગૌરવ અપાવ્યું છે.

ઝાકિર હુસૈનના વિષે જણાવીએ, ઝાકિર હુસૈન માટે વર્ષ 2024 ખૂબ જ ખાસ સાબિત થયું. તબલાવાદક તેની કરિયરમાં અત્યાર સુધીમાં 2 ગ્રેમી એવોર્ડ જીત્યા હતા. પરંતુ વર્ષ 2024માં તેણે પોતાની પ્રતિભાથી બધાને એટલા પ્રભાવિત કર્યા કે તેણે માત્ર એક વર્ષમાં ત્રણ ગ્રેમી એવોર્ડ જીત્યા છે. બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સની કેટેગરીમાં પશ્તો ગાવા માટે તેમને આ એવોર્ડ મળ્યો હતો. આ સિવાય તેણે વધુ બે અલગ-અલગ કેટેગરીમાં જીત મેળવી હતી. તેણે બેસ્ટ કન્ટેમ્પરરી ઇન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ કેટેગરીમાં એજ વી સ્પીક ગીત માટે અને બેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટલ કમ્પોઝિશન કેટેગરીમાં ગીત મોશન માટે એવોર્ડ જીત્યો હતો. ત્યાર બાદ હવે શંકર મહાદેવન વિષે જણાવીએ, સિંગર-મ્યુઝિશિયન શંકર મહાદેવન માટે પણ આ એવોર્ડ સમારંભ ખાસ સાબિત થયો છે. તેને ‘ધીસ મોમેન્ટ’ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ મળ્યો હતો. આ આલ્બમમાં કુલ 8 ગીતો છે. જેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે શંકર મહાદેવનના કરિયરમાં આ પહેલો ગ્રેમી એવોર્ડ છે. 

અને આ પછી ગણેશ રાજગોપાલન વિષે જણાવીએ, ભારતીય સંગીતકાર ગણેશ રાજગોપાલને પણ આ એવોર્ડ જીત્યો હતો. તેને શક્તિ બેન્ડના આલ્બમ ધીસ મોમેન્ટ માટે ગ્રેમી પણ મળ્યો હતો. અને હવે વી સેલ્વાગણેશ વિષે જણાવીએ, દેશના પ્રખ્યાત પર્ક્યુશનિસ્ટ વી સેલ્વાગણેશે પણ ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. તેને આ એવોર્ડ મ્યુઝિક આલ્બમ ધીસ મોમેન્ટ માટે પણ મળ્યો હતો. તેમાં 8 ગીતો છે જે મ્યુઝિશિયને ‘શક્તિ’ બેન્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ત્યાર બાદ હવે રાકેશ ચૌરસિયા વિષે પણ જણાવીએ, દેશના દિગ્ગજ વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના પુત્ર રાકેશ ચૌરસિયાએ પણ ગ્રેમીમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી. તેણે બે અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે. તેને પશ્તો ગીત માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં અને એઝ વી સ્પીક માટે બેસ્ટ કન્ટેમ્પરરી ઈન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ કેટેગરીમાં આ એવોર્ડ મળ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓરેન્જ અને વ્હાઈટ કલરની સાડીમાં એક્ટ્રેસ હિના ખાનની તસવીરો વાઈરલ
Next articleવર્ષ ૨૦૦૫માં રીલીઝ ફિલ્મ ‘બ્લેક’ 19 વર્ષ બાદ OTT પર આવશે