Home ગુજરાત ગ્રામ્ય રસ્તાઓના સુદ્રઢીકરણ-નાળા-પૂલ મરામત અને નવા નાળા-પૂલોના નિર્માણ માટે ૧૫૬૩ કરોડ રૂપિયાની...

ગ્રામ્ય રસ્તાઓના સુદ્રઢીકરણ-નાળા-પૂલ મરામત અને નવા નાળા-પૂલોના નિર્માણ માટે ૧૫૬૩ કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરતા મુખ્યમંત્રીશ્રી

27
0

રાજ્યમાં તમામ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં બારમાસી રસ્તાની સુવિધાની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

(જી.એન.એસ),તા.૦૧

ગાંધીનગર,

નાળા-પૂલોની જાળવણી અને રીપેરીંગના ૨૧૧ કામો તથા નવ નિર્માણના ૯૦૩ કામો સહિત ૧૧૧૪ કામો દ્વારા ગ્રામ્ય માર્ગોની સુધારણા-સુદ્રઢીકરણથી ગ્રામ્યસ્તરે કનેક્ટીવિટી સરળ બનાવવાનો ઉદાત્ત અભિગમ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના બધા જ જિલ્લાઓમાં પંચાયત હેઠળના ગ્રામ્ય માર્ગોની સુધારણા અને સુદ્રઢીકરણ માટેના કામો હાથ ધરવા રૂ. ૧૫૬૩ કરોડ જેટલી માતબર રકમની ફાળવણીની મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે ગ્રામ્ય માર્ગો પરના હાલના હયાત નાળા, કોઝ વે, પૂલોના પુનઃ બાંધકામની જરૂરિયાત ધ્યાનમાં લઈને આવા ૯૦૩ જેટલા સ્ટ્રક્ચર્સના રૂ. ૧૪૮૮ કરોડના ખર્ચે નવનિર્માણ માટે અનુમતિ આપી છે.

તદઅનુસાર, જરૂરિયાત મુજબ નવા પાઇપ નાળા, નવા કોઝ વે,  બોક્ષ કલવર્ટ સ્લેબ ડ્રેઈન, કોઝ વે ને બદલે બારમાસી રસ્તા બનાવવા માટે માઈનોર એન્ડ મેજર બ્રિજ વગેરે કામો હાથ ધરવામાં આવશે.

એટલું જ નહીં, તેમણે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ પરના નદી-નાળા પરના જુના સ્ટ્રક્ચર્સને ભારે વરસાદ અને ચોમાસાને પરિણામે નુકસાન થયેલા ૨૧૧ નાળા-પૂલોના મજબૂતીકરણ અને મરામતના કામો માટે ૭૫.૮૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોને બારમાસી રસ્તાઓની સહુલિયત મળી રહે અને અંતરિયાળ વિસ્તારોને પણ સરળ કનેક્ટિવિટી ઉપલબ્ધ થાય તેવા ગ્રામ હિતકારી અભિગમ સાથે આ માતબર રકમ ફાળવવા મંજૂરી આપી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“WAPTAG WATER EXPO 2024” ની 8મી આવૃત્તિ  મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે શુભારંભ
Next articleપરિસ્થિતિઓ સામે જીત મેળવતી સંયુક્ત કુટુંબની સફળતા દર્શાવતી ગુજરાતી ફિલ્મ ” વેનીલા આઈસ્ક્રીમ ” સિનેમાઘરોમાં..