Home દેશ - NATIONAL ગૌરક્ષકો મામલે સુપ્રિમે ૬ રાજ્યો પાસે માગ્યો જવાબ

ગૌરક્ષકો મામલે સુપ્રિમે ૬ રાજ્યો પાસે માગ્યો જવાબ

292
0

(જી.એન.એસ), તા.૭
રાજસ્થાનના અલવરમાં ગૌરક્ષાના નામે થયેલી ગુંડાગીરી અને તેમાં 55 વર્ષના વ્યક્તિ પહેલૂ ખાનના મોતની ઘટનાના એક સપ્તાહ બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ભાજપ શાસિત છ રાજ્યોની સરકારો પર આ મુદ્દે જવાબ માંગ્યો છે. કોર્ટે પૂછ્યું છે કે ગૌરક્ષાના નામે ગુંડાગીરી કરનારા આવા સંગઠનો પર પ્રતિબંધ કેમ ન લગાવવો જોઈએ. જે રાજ્યોને સુપ્રીમ કોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે તેમાં રાજસ્થાન, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર સામેલ છે. આ મામલે આગામી સુનાવણી 3 મેના રોજ થશે. કોંગ્રેસના નેતા શહજાદ પૂનાવાલાની અરજી પર કોર્ટે આ નોટિસ જારી કરી છે.
પૂનાવાલાની અરજીમાં કથિત રીતે ગૌહત્યા અને ગૌ તસકરીના દસ કેસોમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં હાલમાં રાજસ્થાનના અલવરમાં થયેલી ઘટના ઉપરાંત યુપીમાં 2015માં થયેલો દાદરીકાંડ અને ગુજરાતમાં ગત વર્ષે થયેલો ઉનાનો દલિતો પર હુમલાનો મામલો પણ સામેલ છે. અરજીમાં ગૌરક્ષક દળોની તુલના આતંકી સંગઠન સિમી સાથે કરવામાં આવી છે. કહેવાયું છે કે અલ્પસંખ્યકો અને દલિતોમાં આવા ગૌરક્ષક દળોનો ખુબ ડર છે આથી તેમના પર એ જ રીતે પ્રતિબંધ લગાવવામાં આવવો જોઈએ જે રીતે સિમી પર લગાવવામાં આવ્યો હતો.
પૂનાવાલાએ કહ્યું કે તેમણે કોર્ટનો દરવાજો એટલા માટે ખખડાવ્યો કારણ કે કેન્દ્ર સરકાર આવા સંગઠનો પર નકેલ કસવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું કે દુર્ભાગ્યથી ગુજરાત, મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં આવા સંગઠનોના લોકોને રાજ્ય સરકારની છત્રછાયા મળે છે આથી તેમને માન્યતા મળી જાય છે. અરજીકર્તાના જણાવ્યાં મુજબ આવા ગૌરક્ષક દળોમાં ફક્ત વસૂલી કરનારા લોકો હોય છે જે ગૌરક્ષાના નામ પર આવા અપરાધો કરે છે.
આ દરમિયાન આ મામલો આજે સંસદમાં પણ ગૂંજ્યો હતો. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ સરકાર તરફથી કહ્યું કે અલવર મામલાને કોઈ પણ ધર્મ સાથે ન જોડવો જોઈએ. અપરાધી, હત્યારો, ગુંડા, બદમાશને હિન્દુ મુસલમાનની નજરે ન જોવા જોઈએ. અપરાધી એ અપરાધી છે. નકવીના આ નિવેદન પર વિપક્ષે ખુબ હોબાળો મચાવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પની મોટી કાર્યવાહી, સીરિયા પર છોડી ક્રુઝ મિસાઈલો
Next articlePM મોદીના આગમન અગાઉ નદીમાંથી ON DUTY લખેલા કોરા કાર્ડ મળ્યા