Home દુનિયા - WORLD ગૌતમ અદાણી હવે વિદેશમાં પણ કારોબારનું સામ્રાજ્ય જમાવશે

ગૌતમ અદાણી હવે વિદેશમાં પણ કારોબારનું સામ્રાજ્ય જમાવશે

13
0

(GNS),28

દેશના સૌથી ધનિક કારોબારીઓની યાદીમાં સામેલ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપની વિદેશમાં મોટી ડીલ કરવા રહ્યું છે. અદાણી ગ્રુપ તેની કંપની અદાણી પોર્ટ્સ દ્વારા પોર્ટ હસ્તગત કરવાની યોજના પર કામ કરી રહી છે. આ ડીલ દ્વારા યુરોપમાં ભારતીય નિકાસ સરળ બનશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે અદાણીએ ઈઝરાયેલના પ્રખ્યાત બંદર હાઈફા પોર્ટને પણ હસ્તગત કરી લીધું છે. એક મીડિયા રિપોર્ટમાં ટાંકીને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક દિવસીય મુલાકાત દરમિયાન ગ્રીસમાં બંદરોના અધિગ્રહણની ચર્ચા થઈ હતી. અહેવાલ મુજબ જો તેની પ્રક્રિયા શરૂ થાય તો અદાણી થ એક અથવા વધુ પોર્ટ હસ્તગત કરવામાં રસ દાખવી શકે છે. અદાણી ગ્રૂપ ઉત્તર ગ્રીસમાં કાવાલા અને વોલોસ પોર્ટના અધિગ્રહણ પર વિચાર કરી શકે છે. તે એથેન્સથી 330 કિમી દૂર સ્થિત છે.

આ ઉપરાંત અદાણી જૂથ એલેક્ઝાન્ડ્રપોલી બંદરમાં પણ રસ દાખવી શકે છે. સ્થાનિક ગ્રીક મીડિયામાં એવી પણ ચર્ચા છે કે ભારત તેની યુરોપીયન નિકાસ માટે એથેન્સ નજીક ગ્રીસના પિરેયસ બંદરનો ઉપયોગ કરવાની શક્યતાઓ પણ શોધી રહ્યું છે. જો કે આ બંદર પર ચીનનું નિયંત્રણ છે. ચીનની COSCO શિપિંગ 67 ટકા હિસ્સા સાથે પિરેયસ પોર્ટમાં મુખ્ય હિસ્સેદારી છે. ચીને પીરિયસને આ ક્ષેત્રનું સૌથી મોટું બંદર બનાવ્યું છે. શી જિનપિંગે 2019 માં બંદરની મુલાકાત લીધી હતી અને તેને યુરોપ સાથે ચીનની સગાઈ સિવાય એશિયા અને યુરોપ વચ્ચે કનેક્ટિવિટી માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વર્ણવ્યું હતું.

ઉત્તરી ગ્રીસમાં આવેલ કાવાલા એ પૂર્વી મેસેડોનિયા ક્ષેત્રનું મુખ્ય બંદર છે. જો કે, ભારત માટે યુરોપના પ્રવેશદ્વાર તરીકે સેવા આપવા માટે તેને વિસ્તારવાની જરૂર પડશે. જો ભારત એક અથવા વધુ બંદરો કબજે કરે છે, તો ગ્રીસ સત્તાવાર રીતે યુરોપમાં ભારતનું પ્રવેશદ્વાર બની જશે. અદાણી પોર્ટના શેરની સ્થિતિ પર એક નજર જોઈએ તો, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એલ.ટી.ડી ( Adani Ports and Special Economic Zone Ld )ના શેર 25 Augના રોજ બપોરે 3:30 વાગે કારોબારની સમાપ્તિ સમીર 806.00 રૂપિયા પણ હતા. આ સમયે શેરમાં 16.35 રૂપિયા અથવા 1.99%નો ઘટાડો નોંધાયો હતો. 1 વર્ષમાં રોકાણકારોને પ્રતિશેર 30.40 રૂપિયા અથવા 3.63%નું નુકસાન થયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં ફ્લેટ કારોબાર, સેન્સેક્સ 64,908.08 અને નિફ્ટી 19,298.35ની સ્થિતિ
Next articleઅમેરિકામાં ‘સાલાર’નું એડવાન્સ બુકિંગ શરૂ