(GNS),30
મોસ્ટ વોન્ટેડ અપરાધીઓમાં સામેલ ગોલ્ડી બરાર ભારતથી ફરાર છે. તે કેનેડામાં છુપાઇને બેઠો છે અને ત્યાંથી સતત નિવેદનબાજી કરી રહ્યો છે. આ વખતે પણ તેણે સલમાન ખાનને લઇને મોટુ નિવેદન આપ્યું છે. સલમાન ખાનને ઘણીવાર જાહેરમાં ધમકી આપનાર અને ટીવી ચેનલ પર ખુલ્લેઆમ ઇન્ટરવ્યુ આપનાર ગોલ્ડી બરારે કબૂલ કર્યુ કે તેણે જ સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરાવી છે અને હવે સલમાન ખાન તેના નિશાના પર છે. ગોલ્ડ બરારે ફરી એકવાર એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, તે મોકો મળશે ત્યારે સલમાન ખાનને પણ મારી નાંખશે. જણાવી દઇએ કે ગોલ્ડ બરારની ઉપર કેનેડા પોલીસે ઇનામ રાખ્યુ છે અને તેની વિરુદ્ધ ઇન્ટરપોલ પોલીસે રેડ કોર્નર નોટિસ જારી કરી છે. આ વખતે ફરી ગેંગસ્ટર ગોલ્ડી બરારે સલમાન ખાનને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે તે સલમાન ખાનને જરૂર મારી નાખશે અને તેને લોરેન્સ બિશ્નોઈ તરફથી ખાસ આદેશ મળ્યા છે. તેણે કહ્યું કે, ‘જેવું કે ભાઈસાહેબે (લોરેન્સ વિશ્નોઈ) સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તે માફી નહીં માંગે અમે તેને માફ નહીં કરીએ. જેમ કે અમે પહેલા કહ્યું છે કે અમારો ટાર્ગેટ સલમાન ખાન છે અને ત્યાં સુધી અમે પ્રયાસ કરતા રહીશું જ્યાં સુધી અમે સફળ નહીં થઇએ. અને અમે જ્યારે સફળ થઇશું તો તમને બધાને ખબર પડી જશે.
સિદ્ધુ મુસેવાલાની હત્યાની વાત સ્વીકારતા ગોલ્ડી બરારે એક ટીવી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ‘તેણે આ ખૂબ જ સમજી વિચારીને કર્યું છે. આ માટે અમારે જે પણ બલિદાન આપવું પડશે અમે આપીશું, પરંતુ અમે જે કર્યું છે તે જરૂરી હતું. તેનું કારણ જણાવતાં ગોલ્ડી બરારે કહ્યું, ‘તે ખૂબ જ ઘમંડી અને બગડેલો હતો. તેની પાસે જરૂર કરતાં વધુ પૈસા હતા. પોલિટિકલ પાવર અને પોલીસનો પાવર જરૂર કરતાં વધારે હતો, જેનો તે મિસયુઝ કરી રહ્યો હતો. તેને પાઠ ભણાવવો જરૂરી હતો. ગોલ્ડી બરારે વધુમાં કહ્યું કે, ‘તેમણે અમારું પર્સનલ નુકસાન કર્યું છે, કેટલીક એવી ભૂલો કરી છે જે માફીને લાયક ન હતી. વિક્કી મીડુખેડાની હત્યા બાદ મેં ઘણા પત્રકારોને ફોન કર્યા હતા. સિદ્ધુને મારતા પહેલા એક પત્રકારને ફોન કરીને કહ્યું હતું કે તેમનું નામ જાહેરમાં બહાર આવી રહ્યું છે. પોલીસ કંઈ કરી રહી નથી, કોંગ્રેસની સરકાર છે. તેનું સીએમ સાથે ઉઠવા-બેસવાનું છે. કોઈ તો પૂછો તેનું નામ બહરા આવ્યું અને તે અધિકારીઓ સાથે ખુલ્લેઆમ ફરે છે. ગોલ્ડી બ્રારે દાઉદ ઈબ્રાહિમ સાથેના સંબંધો વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, ‘ઘણા દિવસોથી મીડિયામાં એ વાત ચાલી રહી છે કે અમારું દાઉદ ઈબ્રાહિમ સાથે ગઠબંધન છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે દેશમાં બોમ્બ વિસ્ફોટ કરનારાઓ સાથે અમારી કોઈ મિત્રતા નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.