Home મનોરંજન - Entertainment “ગોલી” એ તારક મહેતા શોને કહ્યું અલવિદા

“ગોલી” એ તારક મહેતા શોને કહ્યું અલવિદા

67
0

(જી.એન.એસ),તા.૨૭

મુંબઈ,

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી પર 16 વર્ષથી ચાલી રહી છે. આ શો વર્ષ 2008માં શરૂ થયો હતો. ત્યારથી તે સતત લોકોનું મનોરંજન કરી રહ્યું છે. અત્યાર સુધી આ શો પહેલાની સરખામણીમાં ઘણો બદલાઈ ગયો છે. ઘણા જૂના કલાકારોએ આ શો છોડી દીધો છે. હવે એવા સમાચાર છે કે અન્ય એક અભિનેતાએ શો છોડી દીધો છે. તે અભિનેતા બીજું કોઈ નહીં પણ કુશ શાહ છે, જેણે આ સિરિયલમાં ગોલીનું પાત્ર ભજવ્યું હતું. જો કે હવેથી તે આ શોનો ભાગ નહીં બને. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓએ એક વીડિયો જાહેર કર્યો છે અને કુશ શાહને શો છોડવાની માહિતી આપી છે. શોની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કુશ કહે છે, “જ્યારે શો શરૂ થયો, જ્યારે તમે અને હું મળ્યા, ત્યારે હું ઘણો નાનો હતો. તમે બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. અને આ પરિવાર (ગોકુલધામ)એ મને સમાન પ્રેમ આપ્યો છે. મેં અહીં ઘણી યાદો બનાવી છે. મેં અહીં ખૂબ જ આનંદ કર્યો છે.” કુશે આગળ કહ્યું, “મેં મારું બાળપણ અહીં વિતાવ્યું છે. અને સૌથી અગત્યનું, હું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સર્જક અસિત મોદીજીનો આભાર માનું છું.

આ સાથે શોના મેકર્સ અસિત મોદીએ પણ કુશનો આભાર માન્યો અને તેને આગળ વધવા માટે શુભકામનાઓ પણ પાઠવી. કુશ પહેલા દિવસથી જ આ શો સાથે જોડાયેલો હતો. 16 વર્ષ બાદ આ શો સાથે તેની સફરનો અંત આવ્યો છે. આજકાલ લોકો તેને તેના અસલી નામથી ઓછા અને ગોલીના નામથી વધુ ઓળખે છે. જોકે હવે શોને અલવિદા કહી દીધુ છે. ત્યારે નવા ગોલીનો પણ ચહેરો સામે આવ્યો છે. નવો ગોલી કોણ છે તે અંગેની માહિતીમાં હાલ માત્ર ચહેરો સામે આવ્યો છે જે વીડિયોના અંતમાં નવો ગોલી દેખાઈ રહ્યો છે. જેના પર યુઝર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કુશ પહેલા, દિશા વાકાણી, શૈલેષ લોઢા, નેહા મહેતા, ગુરુચરણ સિંહ, જેનિફર મિસ્ત્રી, મોનિકા ભદૌરિયા સહિત અન્ય ઘણા કલાકારો શો છોડી ચૂક્યા છે. શૈલેષ અને જેનિફરે પણ શોના મેકર્સ પર ઘણા આરોપો લગાવ્યા હતા. આ દરમિયાન મેકર્સે હવે એક ખાસ વાત કરી છે. વાસ્તવમાં, કુશને ભવ્ય વિદાય આપવામાં આવી હતી અને તેના દ્વારા શો છોડવા અંગેની માહિતી તેના દ્વારા એક વીડિયો જાહેર કરીને દર્શકોને આપવામાં આવી હતી, જે પ્રથમ વખત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાએ કમલા હેરિસનું સમર્થન કર્યું
Next articleAMC અને ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા ખેલાડીઓ અને નાગરિકોને સહભાગી કરતા અવેરનેસ કેમ્પેઈનનું આયોજન