(GNS),03
મનોરંજનની દુનિયામાં 70 અને 80ના દાયકામાં જોવા મળેલા કલાકાર હરીશ મેગનનું 76 વર્ષની ઉંમરે નિધન થયું છે. અમિતાભ બચ્ચન સાથે ‘નમક હલાલ’માં જોવા મળેલા હરીશના નિધનના સમાચારથી બોલિવૂડમાં શોકની લહેર છે. ધિ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) તરફથી તેમના નિધન પર દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર, તેમનું નિધન 1 જુલાઇએ મુંબઇમાં થયું હતું. ફિલ્મ ઈતિહાસકાર પ્રવીણ ઝાએ પણ સોશિયલ મીડિયા દ્વારા હરીશ મેગનને યાદ કર્યા છે.તેમણે લખ્યું છે કે, “હરીશ મેગનને હિન્દી સિનેમામાં તેમના સુંદર કેમિયો માટે યાદ કરવામાં આવશે, તે FTII ગ્રેજ્યુએટ હતા અને ગુલઝારના આસિસ્ટન્ટ મેરાજના નજીકના મિત્ર હતા. આ કારણે તેને ફિલ્મ ‘આંધી’ના ગીતમાં બ્રેક મળ્યો અને તે કેમેરાની સામે આવી ગયા.
હરીશે ગોલમાન અને શહેંશાહ જેવી ફિલ્મો દ્વારા બોલિવૂડમાં ખાસ સ્થાન મેળવ્યું હતું. હરીશના પરિવારમાં પત્ની, દીકરો સિદ્ધાર્થ અને દીકરી આરુષિ છે. હરીશની મોતનું કારણ સામે નથી આવ્યુ. પ્રાપ્ત માહિતી અનુસાર, લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર હરીશ મુંબઇમાં એક એક્ટિંગ સ્કૂલ ચલાવતા હતા. હરીશના નિધનની જાણકારી ધિ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશને ટ્વિટર દ્વારા શેર કરી છે. હરીશ 1988થી આ એસોસિએશન સાથે જોડાયેલા હતા. હરીશનો જન્મ 6 ડિસેમ્બર 1946ના રોજ થયો હતો. તેમણે એફટીઆઇઆઇથી એક્ટિંગનું શિક્ષણ લીધું હતું અને તેઓ 1974 બેચના સ્ટુડન્ટ હતા. ચુપકે ચુપકે, મુકદ્દર કા સિકંદર જેવી ફિલ્મોમાં જોવા મળેલા હરીશ છેલ્લે 1997માં આવેલી ફિલ્મ ‘ઉફ્ફ યે મોહબ્બત’માં જોવા મળ્યા હતાં. હરીશ મેગનના નિધન પર તમામ સેલેબ્સ અને ફેન્સ શોક વ્યક્ત કરી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.