મોરવા હડફ તાલુકામાં આવેલા ભંડોઈ ગામે પોતાના ભોગવટાના ખેતરમાં એક ઈસમ અફીણના છોડનું વાવેતર કરી રહ્યાની બાતમી એસઓજી શાખા પંચમહાલને મળતા તેઓએ બાતમી વાળી જગ્યાએ રેડ કરતા અફીણના છોડ સહિત 76 હજારના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, એસઓજી શાખા ગોધરામાં ફરજ બજાવતા એ.એસ.આઇ ઇન્દ્રસિંહ જશવંતસિંહે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, મોરવા હડફ તાલુકામાં ભંડોઇ ગામે આવેલા રામદેવ ફળિયામાં રહેતા લાલુભાઇ પ્રતાપભાઈ મકવાણા પોતાના ખેતરમાં અફીણના છોડનું વાવેતર કરી રહ્યા છે.
જે બાતમીના આધારે એસ.ઓ.જીની ટીમ સહિત મોરવા હડફ પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા લાલુભાઈ પ્રતાપભાઈ મકવાણાના ખેતરમાંથી વનસ્પતિજન્ય લીલા અફીણના છોડ નંગ 1014 જેનું કુલ વજન 25.490 કિલોગ્રામ જેની કિંમત 76,470નો મુદ્દામાલ પોતાના ખેતરમાં વાવેતર કરતા એસ.ઓ.જી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. એસ.ઓ.જી પોલીસે લાલુભાઇ પ્રતાપભાઈ મકવાણાની અટકાયત કરી વધારે તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.