Home ગુજરાત ગોધરા કાંડ પૂર્વ આયોજીત ષડયંત્ર: મોદી, હરેન પંડ્યા અને ભરત બારોટને કલીનચીટ

ગોધરા કાંડ પૂર્વ આયોજીત ષડયંત્ર: મોદી, હરેન પંડ્યા અને ભરત બારોટને કલીનચીટ

440
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૧૧
ગુજરાત સહિત ભારતમાં ભારે હાહાકાર મચાવનાર ગોધરા કાંડનો નાણાવટી તપાસપંચના અહેવાલનો ભાગ-2 આજે ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રના છેલ્લાં દિવસે રજૂ કરાયો હતો. જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના નેતા હરેન પંડ્યા, ભરત બારોટ સહિત તમામ વિવાદાસ્પદ નેતાઓને પંચે ક્લીયરકટ ક્લીનચીટ આપીને તે વખતના 3 આઇપીએસ પોલીસ અધિકારીઓ શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકાને પંચે શંકાસ્પદ ગણાવીને ગોધરા કાંડ મોદીની વૈશ્વિક છબીને ખરડાવવા માટેનું એક સુનિયોજિત કાવતરૂ હોવાનું તારણ કાઢ્યું હતું. આ સાથે ગોધરા કાંડ અંગેના તમામ રિપોર્ટ વિધાનસસભામાં રજૂ થઇ ગયા છે. પંચે એવું પણ તારણ કાઢ્યું કે ગોધરા રેલવે સ્ટેશને 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા નં. એસ-6માં કારસેવકોને જીવતા સળગાવવાનું કૃત્ય એક પૂર્વ આયોજિત કાવતરૂ હતું પરંતુ આ ઘટનાને પગલે ફાટી નિકળેલા તોફાનો પૂર્વ આયોજિત નહોતા અને સરકારે તોફાનોને ડામવા માટેના સમયસરના કડક પગલા ભર્યા હતા એમ પણ પંચે નોંધ્યું હતું.
નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ આજથી 10 વર્ષ પહેલાં 25 સપ્ટેમ્બર 2009માં શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ થયો હતો. નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો બીજો ભાગ આજથી 5 વર્ષ પહેલાં 18 નવેમ્બર 2014માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સોંપાયો હતો. હવે આ રિપોર્ટને ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
આજે ગુજરાત વિધાનસભા શિયાળુ સત્રનો ત્રીજો અને અંતિમ દિવસ છે, ત્યારે વિધાનસભામાં કાર્યવાહી દરમિયાન પાક વીમાના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા અને સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો. આ હોબાળાના પગલે વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની ચિમકી ઉચ્ચારતા વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.

ગુજરાત વિધાનસભામાં ગોધરા કાંડ મામલે જસ્ટિસ નાણાવટી પંચનો રિપોર્ટ રજૂ થયો અને કેગનો અહવાલ વિધાનસભા 10 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં રજૂ થયો હતો.જેમાં વૉક આઉટ કરી ગયેલા વિપક્ષના કેટલાક ધારાસભ્યો પરત ફર્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆજથી અમદાવાદ ગુજરાત યુનિવર્સીટી ખાતે ૭૧મો ખેલકૂદ રમતોત્સવ યોજાશે
Next articleહાલીસા મુકામે મ.દે.ગ્રામસેવા સંકુલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો