Home ગુજરાત ગોધરાની સાંદિપની અંગ્રેજી માધ્યમ અને હેલો કિડ્સ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ

ગોધરાની સાંદિપની અંગ્રેજી માધ્યમ અને હેલો કિડ્સ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ

35
0

ગોધરામાં આવેલી સાંદિપની અંગ્રેજી માધ્યમ અને હેલો કિડ્સ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંદિપની એજ્યુકેશનના ટ્રસ્ટી દિલીપ પટેલ ટોપ એફએમના આર.જે નયન તેમજ હેલો કિડ્સના ટ્રસ્ટી મૌલિક શાહ અને ગોપી શાહ તથા હેલો કીડ્સના ત્રણ અલગ અલગ બ્રાન્ચના આચાર્ય વિપુલ શાહ, રોશનીબેન શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગોધરાની સાંદિપની સ્કૂલમાં યોજાયેલા વાર્ષિક ઉત્સવમાં બાળકોના ઘડતરમાં સૌથી મહત્વની જો ભૂમિકા હોય તો તે તેની શાળા છે. જેમાં બાળકોને સર્વાંગી વિકાસનો પાયો નખાય છે. જેમાં બાળકોને શિક્ષણની સાથે સાથે રમત-ગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં બાળકોમાં રહેલી અનન્ય શક્તિઓ બહાર આવે છે. જેને લઇને બાળક શિક્ષણ ક્ષેત્રે આગળ વધતુ હોય છે.

સાંદિપની સ્કૂલ ખાતે યોજાયેલ વાર્ષિક ઉત્સવમાં ભારતના દરેક રાજ્યની સંસ્કૃતિને ઉજાગર કરતા ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં બાળકોને ભારત રાજ્યની વિવિધ પહેરવેશ સાથે ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન મળી રહે તે માટે આયોજન કરાયું હતું. જેમાં બાળકોમાં ઉત્સાહ અને પ્રેરણામાં મળી રહે તે માટે બાળકોની માતાઓ દ્વારા પણ ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field