સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકથી ઉભરાયું છે. ત્યારે યાર્ડની બહાર બન્ને બાજુએ 2500થી વધુ વાહનોની 5 કિમી સુધીની લાંબી લાઈનો જોવા મળી હતી. આશરે દોઢ લાખ ગૂણી મગફળીની આવક જોવા મળી હતી. મગફળીની હરાજીમાં મગફળીના 20 કિલોના 1000/-થી 1450/- સુધીના ભાવ બોલાયા હતા. રાજકોટ, જામનગર, જૂનાગઢ, સોમનાથ વેરાવળ, દ્વારકા, અમરેલી, પોરબંદર, સહિતના જિલ્લામાંથી ખેડૂતો મગફળી લઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં આવે છે. યાર્ડમાં મગફળીની આવક વધારે થાય છે.
ટેકાના ભાવની ફોર્મ ભરવાની ચર્ચા ચાલે છે પણ ખેડૂતોને ભાવ તો સારા મળે છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. માર્કેટ યાર્ડમાં બમ્પર આવક થાય છે અને વેચાણ પણ સારું છે. હાલમાં કમોસમી વરસાજ ખેડૂતોએ મગફળીને સૂકવીને લાવવાથી ભાવ પણ સારા મળશે. મગફળીનો સારો ભાવ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ મગફળીને પૂરેપૂરી સૂકવીને લાવવી જોઈએ. યાર્ડ દ્વારા ખેડૂતભાઈઓનો માલ બગડે નહીં, સમયસર તોલ થઇ જાય અને માલનો વધારેમાં વધારે નિકાલ થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે.
આ વર્ષે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની સિઝનના પ્રારંભ સાથે જ મગફળીની અઢળક આવક થઈ છે. ગયા વર્ષે પણ મબલખ આવક થઈ હતી. 2021માં સીંગતેલ તેલના ભાવ ભડકે બળતા કેન્દ્ર સરકારે તેલની સ્ટોક મર્યાદાના અમલની જાહેરાત કરી છે.
ત્યારે ખેડૂતોને મગફળીના ઉત્પાદન સમયે જ સરકારની સ્ટોક મર્યાદાની અમલવારીને લઈને જાણકારોના મતે મગફળીના ભાવો ગગડવાની શક્યતાઓ સેવાઈ હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.