રાજકોટ તરફથી ગોંડલ તરફ જતું હતું. તેવામાં રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલટેક્સ પાસે કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેલ ભરેલો ટેન્કર પલ્ટી માર્યું ગયુ હતું. ટેન્કર પલ્ટી મારી ગયાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો તેલ લેવા માટે પ્લાસ્ટિકના કેરબા, તેલના ડબ્બા સહિત અને નાના-મોટા વાસણો લઈને આવી પહોંચ્યા હતા. લોકોએ તેલની લૂંટ ચલાવી હોય તેવુ જોવા મળ્યુ હતુ. યુવાનોથી લઈ મહિલાઓ, પુરુષો સહિતનાઓ તેલ લેવા આવી પહોંચ્યા હતા. લોકો ડોલ, ડબ્બા લઈને તેલ ભરવા આવી પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોએ તેલ લેવા પડાપડી કરી હતી.
તેલ ભરેલુ ટેન્કર પલટી જતા રસ્તા પર તેલની રેલમછેલ જોવા મળી હતી. એક તેલના ભાવો પણ હાલ આસમાને છે. ત્યારે આ બધા વચ્ચે તેલ ભરેલુ ટેન્કર પલટી જતા લોકોએ તેલ લેવા માટે લાઈનો લગાવી હતી. રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલટેક્સ પાસે તેલ ભરેલુ કન્ટેનર પલટી જતા લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી અને રીતસર તેલની લૂંટ ચલાવી હતી. લોકોને જે હાથમાં આવ્યુ તે વાસણ લઈને તેલ લેવા દોડ લગાવી હતી. જેમાં ડબ્બા, ડોલ સહિતના વાસણો સાથે લોકો તેલ લેવા પહોંચી ગયા હતા.
ભરૂડી ટોલ ટેક્સ પાસે સિંગતેલનું તેલ ભરેલો ટેન્કર પલ્ટી મારતા ટ્રક ડ્રાઈવરને ઇજા થવા પામી હતી. ટ્રક ડ્રાઈવર હરવિંદરસિંઘ કશ્મીરસિંઘ ઉપલને ઇજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનની જાણ થતાં જ આજુબાજુ રહેતા લોકો પોતાના હાથમાં જે કાંઈ આવ્યું પલાસ્ટિકના કેરબા, તેલના ડબ્બા સહિત અને નાના-મોટા વાસણો લઈ તેલ લેવા માટે પડાપડી કરી રહ્યાં હતા.
ટેન્કર રાજસ્થાન પાર્સિંગનું હોવાનું જાણવા મળ્યું છે. આરજે.52 જીએ.6271 નંબરનું તેલ ભરેલું ટેન્કર ટોલ ટેક્સ પાસે પલ્ટી મારતા જ તેલના ખાબોચિયા ભરાયા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.