ગોંડલ મકરસંક્રાંતિના દિવસે કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજની જન્મજયંતી નિમિત્તે શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત તથા કોળી સેનાના સંયુક્ત ઉપક્રમે સમસ્ત કોળી સમાજ દ્વારા ગોંડલ શહેરમાં વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી. તથા સમગ્ર ભારતમાં સૌપ્રથમ કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજનું માંધાતા સર્કલ ખાતે મુર્તિ અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજની જાહેર ચોકમાં મુર્તિ અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ શોભાયાત્રામાં ઠેર ઠેર તમામ સમાજો દ્વારા હારતોરા કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્ય સરકારના મંત્રી પરષોત્તમભાઈ સોલંકી, કોળી સમાજના સરખેજ આશ્રમના મહંત ઋષીભારતી બાપુ, સાળંગપુર જગ્યાના આર્યન ભગત, વડવાળી જગ્યા સિતારામ બાપુ, તરકોશી હનુમાનના મહંત રાજુબાપુ અગ્રાવત, શ્રી માંધાતા ગ્રુપ ગુજરાતના સ્થાપક ભુપતભાઈ ડાભી, ગોંડલ ભાજપ અગ્રણી જ્યોતીરાદિત્યસિહ જાડેજા, ગોંડલ નગરપાલિકાના કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, અનિલભાઈ માઘડ, હર્ષદભાઈ વાઘેલા, દંડક રાજેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા બાંધકામ શાખાના ચેરમેન ચંદુભાઈ ડાભી, ધર્મેન્દ્રભાઈ રાજાણી, હિરેનભાઇ, મહેશભાઈ ગોહેલ સહિત શહેર તથા તાલુકાના કોળી સમાજના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.