Home ગુજરાત ઉત્તર ગુજરાત ગોંડલમાં લોન આપવાનાં બહાને ૩.૫૮ લાખ ઓનલાઈન ઠગી લીધાં

ગોંડલમાં લોન આપવાનાં બહાને ૩.૫૮ લાખ ઓનલાઈન ઠગી લીધાં

8
0

(જી.એન.એસ) તા.૪

ગોંડલ ,

ઓનલાઈન લોભામણી લાલચો સાથે આજકાલ છેતરપિંડીના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ગોંડલ પંથકમાં બજાજ ફાયનાન્સ કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ સાથે પાંચ લાખ ની લોનની લાલચ આપી  રુ.૩,૫૮,૯૪૮ ઓનલાઈન પડાવી લઇ છેતરપિંડી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે પોલીસ ફરિયાદ થઈ છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાનાં ગુંદાસરામાં રહેતા  અને સડક પિપળીયામાં આવેલ     રવિ ટેકનોફોર્જ કંપનીમાં કામ કરતા જયેશભાઇ ગોવીંદભાઇ રાઠોડને પિતાની સારવાર અર્થે પૈસાની જરૃરિયાત હતી.  તેવા સમયે તેમને એક ફોન આવ્યો. ફોન પર એક શખ્સે  હિન્દી ભાષામાં બજાજ ફાઇન્સ કંપનીના મેનેજર પ્રિયમ ઝા તરીકેની ઓળખ આપી ફરીયાદીને રૃપિયા ૫ લાખની લોન આપવાની વાતચીત કરી હતી. સાઇઝના ફોટા તથા પાસબુકની નકલો ઓનલાઇન મંગાવી હતી. બાદમાં અલગ અલગ તારીખ સમયે કોઇને કોઇ ફી ટીડીએસ ચાર્જ તેમજ ટેક્ષ રૃપે કોઇને કોઇ ચાર્જ લગાડી કુલ મળી રૃપિયા ૩,૫૮,૯૪૮/- ઓનલાઇન પડાવી લીધા હતા. પાંચ લાખની લોનની આશાએ  મિત્ર પાસેથી પૈસા લઇ  ગુગલ પે દ્વારા     પ્રિયમ ઝા ને ભરી આપ્યા હતા. લાખો રૃપિયા પડાવી લેવા છતાં લોન ના મળતા ફરિયાદીના ભાઈ દિપકભાઈને શંકા જતા તેમણે ફોન પર પ્રિયમ ઝા સાથે વાત કરતા તેણે ફોન કાપી નાખ્યો હતો. જેથી છેતરપીંડી થયાનું જણાતાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા  પોલીસે ઇન્ફોર્મશન ટેકનોલોજી અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરીછે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅંકલેશ્વરની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં ચાર કર્મચારીના કરૃણ મોત થયા
Next articleનિફટી ફ્યુચર ૨૪૨૪૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!