Home ગુજરાત ગોંડલમાં માનવ અધિકાર અધિનિયમ અંગેનો ટાઉનહોલ ખાતે યોજવામાં આવ્યો સેમિનાર

ગોંડલમાં માનવ અધિકાર અધિનિયમ અંગેનો ટાઉનહોલ ખાતે યોજવામાં આવ્યો સેમિનાર

18
0

ગોંડલ ભગવતસિંહજી ટાઉનહોલ ખાતે નાયબ પોલીસ અધિક્ષક કચેરી ગોંડલ ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે હ્યુમન રાઇટ્સ લો માનવ અધિકાર અધિનિયમ અંગેનો એક સેમિનાર ડીવાયએસપી કે.જી. ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાયો. જસદણ પીઆઈ તપન જાની, જસદણ સીપીઆઈ એલ.આર. ગોહિલ, ગોંડલ શહેરના ઈન્ચાર્જ પીઆઈ જે.એમ. ઝાલા, ભાડલા, આટકોટ, શાપર અને ગોંડલ તાલુકાના પીએસઆઈ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

માનવ અધિકાર અધિનિયમ તજજ્ઞ તરીકે એન.એમ. અગ્રાવત સિનિયર એડવોકેટ, ડો. પ્રોફે. જયવીર પંડ્યા, હિતેશ દવે, સામાજિક કાર્યકર અને પ્રકાશ પ્રજાપતિ એડવોકેટ જસદણ એ ઉપસ્થિત પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓને માનવ અધિકાર અધિનિયમ અંગે વિસ્તૃત માર્ગદર્શન અને સમજ આપી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જસદણ પીઆઈ તપન જાનીએ ઉપસ્થિત સર્વેનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશિક્ષણ મંત્રીઓને શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે વાકેફ કર્યા, ઓલ્ડ પેન્શન યોજનાના અંગે ચર્ચા કરી
Next articleરાજકોટમાં નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર કારે બાઇકને ઠોકરે લેતા મહિલાનું મોત