ગોંડલ તાલુકાના એક ગામે બે વર્ષ પૂર્વે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી અને દુષ્કર્મ ગુજારવાના ગુનામાં અદાલતે નરાધમ શખ્સને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ ગોંડલ પંથકની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી, અપહરણ કરી અને દુષ્કર્મ ગુજાર્યું હતું.
ભોગ બનનાર સગીરાની માતાએ મૂળ ગોંડલ તાલુકાના હડમડીયા ગામનો વતની અને હાલ પાટીદળ ગામે રહેતા ધર્મેશ ઉર્ફે કાનો કાળુભાઈ રાઠોડ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સ્ટાફે અપહરણ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધર્મેશ ઉર્ફે કાનો રાઠોડની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો.
અદાલતમાં કેસની સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એપીપી ઘનશ્યામભાઈ ડોબરીયા હાજર રહી કુલ 11 સાક્ષીઓને તપાસવામાં આવેલા તેમજ લેખિત પુરાવા રજૂ કર્યા હતા.
ફરિયાદી, તપાસનીશ અને ભોગ બનનારનું નિવેદન તેમજ દલીલોને ધ્યાને લઈ સેશન્સ જજ ડી.આર. ભટ્ટે આરોપી ધર્મેશ ઉર્ફે કાનો રાઠોડને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે એપીપી ઘનશ્યામભાઈ ડોબરીયા રોકાયા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.