Home ગુજરાત ગોંડલના અનિડા ભાલોડીમાં વીજળીના ધાંધિયા

ગોંડલના અનિડા ભાલોડીમાં વીજળીના ધાંધિયા

11
0

7 દિવસથી વીજળી નહીં મળતાં ગ્રામજનોએ PGVCLની કચેરીમાં કર્યા દેખાવો

(જી.એન.એસ) ગોંડલ,તા.૩૧

રાજકોટને મેઘરાજાએ બરાબર ધમરોળ્યુ છે. ત્યારે રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારો પાણી ગરકાવ થયા હતા. જેના પગલે પારાવાર નુકસાન થયુ છે. ગોંડલના અનિડા ભાલોડીમાં વીજળીના ધાંધિયા હોવાથી 200 જેટલા ગ્રામજનોએ એકત્ર થઈને PGVCLની કચેરીમાં જઈને વિરોધ કર્યો છે. 7 દિવસથી વીજળી નહીં મળતી હોવાની લોકોની રાવ છે. અનિયમિત વીજળીના કારણે લોકોને મુશ્કેલીનો વારો આવ્યો છે. ગ્રામજનોએ રામધૂન બોલાવી નિયમિત વીજળીની માગ કરી છે. PGVCLના કર્મચારી જવાબ નહીં આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. PGVCL કર્મચારી ગ્રામજનો સાથે ગેરવર્તણૂંક કરી છે.જો હજી પણ વીજળી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદથી વીજસેવાને માઠી અસર થઈ છે. રાજકોટ ગ્રામ્ય, જામનગર, પોરબંદર, જુનાગઢમાં વધુ અસર થઈ છે. ભારે પવન અને વરસાદના કારણે 1,122 થાંભલા પડ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના 1,528 ફીડરો બંધ હાલતમાં છે. સૌથી વધુ ખેતીવાડીમાં 1,224 ફીડર બંધ થયા છે. 67 જેટલા ટીસી બળી ગયા તો કેટલાક ડેમેજ થયા છે. મળતી માહિતી અનુસાર 613 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો છે. PGVCLની ટીમ અને કોન્ટ્રાક્ટરો દ્વારા તેજ ગતિએ સમારકામ હાથ ધરવામાં આવ્યુ છે. વીજ પુરવઠો કાર્યરત કરવા રાઉન્ડ ધ ક્લોક રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆગામી 24 સપ્ટેમ્બરે રાજ્ય શાળા સંચાલક મહામંડળની ચૂંટણી યોજાશે
Next articleઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો