Home ગુજરાત ગોંડલનાં ચોરડીમાં તત્ત્વાધાન સમારોહ અંતર્ગત વિરાટ સંમેલન યોજાયું

ગોંડલનાં ચોરડીમાં તત્ત્વાધાન સમારોહ અંતર્ગત વિરાટ સંમેલન યોજાયું

22
0

ગોંડલનાં ચોરડી ખાતે વિરાટ વૈષ્ણવ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ ભાગ લીધો હતો. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા તત્વાધાનમાં ગોંડલના ચોરડી ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ભાવનગર, સિહોર, પાલિતાણા અને બોટાદના ભાવિકોએ 35 લાખ થી વધુ અષ્ટાક્ષર મંત્રના પુસ્તકો ખાતમુર્હૂતવિધિમાં પધરાવવામાં આવ્યા હતા. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના તત્વાધાનમાં ગોંડલના ચોરડી ખાતે સમસ્ત વૈષ્ણવ સંપ્રદાયના સર્વપ્રથમ વૈશ્વિક પ્રોજેકટમાં ૧૧ પ્રકલ્પો સાથે સાક્ષાત વ્રજભૂમિ સાકાર થશે.

યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયની નિશ્રામાં યોજાયેલી ખાતમુર્હૂતવિધિ તેમજ વિરાટ વૈષ્ણવ મહાસંમેલનમાં ભાવનગર શહેર તેમજ સિહોર, પાલિતાણા સહિતના તાલુકા મથકોમાંથી ઉપરાંત બોટાદ જિલ્લાભરમાંથી અંદાજે બે હજારથી વધુ આબાલવૃધ્ધ વૈષ્ણવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેર અને જિલ્લાના અલગ-અલગ વિસ્તારોની વિવિધ પુષ્ટિમાર્ગીય હવેલીઓના મળી ભાવનગર વૈષ્ણવ સમાજના વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન સાથે સંકળાયેલા કુલ ૨૦૦૦ થી વધુ ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા.

શહેરના પરિમલ ખાતેથી સવારે કુલ ૧૧, પાલિતાણાથી ૩, સિહોરથી ૧ તથા બોટાદથી ૨ બસ ભરી ભાવિકો ચોરડી ખાતે જવા રવાના થયા હતા.જેઓ મોડી સાંજે ચોરડીથી પરત આવ્યા હતા. શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડની ખાતમુર્હૂતવિધિ માટે અષ્ટાક્ષર મંત્રજાપની પુસ્તિકા ૪૦ દિવસમાં એક લાખ વૈષ્ણવોને મોકલાઈ હતી. જેમાં ભાવનગર શહેર અને જિલ્લા માટે ૧૦ હજાર મંત્ર બુક ફાળવાઈ હતી.

શ્રીકૃષ્ણ શરણં મમના ૧૧૦૦ મંત્ર લખેલી આ પુસ્તિકાઓ પરત આવતા ભાવનગર અને બોટાદ શહેર તથા જિલ્લાની કુલ મળીને ૩૫ લાખ અષ્ટાક્ષર મંત્ર લખેલી પુસ્તિકાઓ મળી કુલ ૧૧ કરોડ અષ્ટાક્ષર મંત્રની પુસ્તિકા પુજાઅર્ચન વિધિ સાથે ખાતમુર્હૂતમાં વિધિવત પધરાવાઈ હતી.શહેરની શાળાના બાળકોની કૃતિએ આકર્ષણ જમાવ્યુ હતું.

વિરાટ વૈષ્ણવ મહાસંમેલનની સાથોસાથ યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાવનગરની અંકુર શાળાના મંદબુધ્ધિવાળા બાળકોએ દેશભકિતના ગીત પર મનોહર કૃતિ રજૂ કરી હતી. જે ઉપસ્થિત વિશાળ શ્રોતાગણમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભચાઉ નજીક ડમ્પરનું હાઇડ્રો વીજ તારને અડતાં યુવાનનું મોત
Next articleડભોઇના ખાંડિયા કુવા નજીકથી બાઇક પર દારૂ સાથે બે ઝડપાયા