Home મધ્ય ગુજરાત અમદાવાદ ગે એપ્લીકેશન મારફતે થયેલ સંપર્ક યુવકને ભારે પડ્યો

ગે એપ્લીકેશન મારફતે થયેલ સંપર્ક યુવકને ભારે પડ્યો

5
0

(જી.એન.એસ),તા.૧૪

અમદાવાદ,

ગે એપ્લીકેશન મારફતે થયેલ સંપર્ક યુવકને ભારે પડ્યો. ક્યુ આર કોડ મારફતે યુવક પાસેથી રૂપીયા 20 હજાર પડાવી લીધા. ગે એપ્લીકેશન મારફતે થયેલ સંપર્ક યુવકને ભારે પડ્યો. ક્યુ આર કોડ મારફતે યુવક પાસેથી રૂપીયા 20 હજાર પડાવી લીધા. તેમજ ધમકી આપી યુવકને માર મારી તેની પાસેથી મોબાઇલ અને અન્ય રોકડ પણ પડાવી લીધા. જેના બાદ ઇસમોએ યુવકને ધમકી આપી કે જો આ ઘટના અંગે પોલીસને જાણ કરશે તો તેની કરતૂતોની બધાની જાણ કરી દેશે. જો કે યુવક ધમકીને વશ ના થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી. આજકાલ યુવકોમાં મોબાઈલમાં ગેમ રમવાનો ક્રેઝ વધ્યો છે. મોબાઈલમાં ગેમ રમવાની લત યુવકો બરબાદ થઈ રહ્યા છે. કોરોના બાદ લોકોમાં મોબાઈલ અને ઓનલાઈન ગેમ રમવાની ખરાબ આદતો પડી છે. વયસ્કોથી લઈને યુવકો અને બાળકો પણ સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. ખાસ કરીને યુવકો અને ટીનએજ બાળકોમાં ઓનલાઈન ગેમ રમવાનો ક્રેઝ વધ્યો. જેના કારણે ઘણી વખત આત્મહત્યાના પ્રયાસ સુધી વાત પંહોચી જાય છે. કેટલીક ગેમ પર અઘિટત કિસ્સા બન્યા બાદ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં પણ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ગે એપ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરવા લાગ્યા છે. સોશિયલ મીડિયામાં ગે એપ જેવી એપ્લિકેશનો દ્વારા લોકો એકબીજાના સંપર્કમાં આવે છે. અગાઉ અમદાવાદમાં રહેતો અને મૂળ રાજસ્થાનના વતની એક યુવક પણ આવી ગે એપ્લિકેશનનો ભોગ બન્યો હતો. અમદાવાદમાં મકરબામાં રહેતો આ યુવકે ગે એપ્લિકેશન દ્વારા એક શખ્સનો સંપર્ક કર્યો અને આ શખ્સે તે યુવકને પોતાના ઘરે બોલાવ્યો. જેના બાદ આ શખ્સના સાગરિતોએ આવી જતા હંગામો મચાવ્યો હતો. આ મામલે પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ હતી. લોકો પોતાને આધુનિક બતાવવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા લાગ્યા છે. પરંતુ સોશિયલ મીડિયાની માયાજાળમાં ફસાઈ જાય છે. હાલમાં ગે એપ્લિકેશનનો ભોગ બનેલ યુવકની ફરિયાદના આધારે નારોલ પોલીસએ ત્રણ લોકો વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field