Home ગુજરાત ગાંધીનગર ગેનીબેનને મામેરું કર્યું છે, તો આ બ્રાહ્મણને દક્ષિણા આપવાનું ન ભૂલતા : ...

ગેનીબેનને મામેરું કર્યું છે, તો આ બ્રાહ્મણને દક્ષિણા આપવાનું ન ભૂલતા :  ઈન્દ્રનીલ રાજ્યગુરુ

14
0

(જી.એન.એસ)બનાસકાંઠા,તા.૨૫

વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત રાજકોટના કોંગ્રેસના આગેવાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ મોટી પ્રતિજ્ઞા લીધી છે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહમાં રાજકોટ કોંગ્રેસના આગેવાન ઈન્દ્રનીલ રાજગુરુએ પ્રતિજ્ઞા લીધી. તેમણે કાર્યક્રમમાં કહ્યું, ગુજરાતમાંથી ભાજપની સરકાર નહીં જાય ત્યાં સુધી હું મારા વાળ નહીં કપાવું. આ સરકાર છે તેને ભ્રષ્ટાચારના રૂપિયા સિવાય કોઈ માણસની કિંમત નથી અને એ મને સમજાયા પછી આ બ્રાહ્મણે ચોંટી બાંધી છે. શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાની હાજરીમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પ્રતિજ્ઞા લીધી. રાજકોટ કોંગ્રેસના આગેવાન ઈન્દ્રનીલ રાજ્યગુરુનું વધુ એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. ગતરોજ વાવમાં આયોજિત ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહમાં વાવ કોંગ્રેસના આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાની હાજરીમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુએ એક પ્રતિજ્ઞા લીધી. જેની હાલ ચારેકોર ચર્ચા થઈ રહી છે. તેમની પ્રતિજ્ઞાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે, નાગરિકોના પ્રશ્નો સોલ્વ કરવાની જવાબદારી સરકારની છે.

સરકાર કરતા વધુ વિશ્વાસ તમને અહી ગેનીબેન અને કોંગ્રેસ પર છે. કારણ કે, કોંગ્રેસના કાન હંમેશા લોકોની મદદ કરવા ખુલ્લા રહે છે. પરંતું ભાજપના કાન હંમેશા લોકોના પ્રશ્નો માટે બંધ હોય છે. ભ્રષ્ટાચાર, અને તમારા પ્રશ્નો માટે તેમની પાસે સમય નથી. ગેનીબેનને અહીંથી ચૂંટીને બનાસકાંઠાએ રસ્તો ખોલી દીધો છે. વાવની ચૂંટણી આવી રહી છે ત્યારે જેમ તમે ગેનીબેનને મજબૂત કર્યા, તે રીતે ફરીથી અહીંથી કોંગ્રેસને ચૂંટીને મોકલશો તો ભાજપના કાન ખૂલશે. સાચો અને સારા માણસને ચૂંટણીને મોકલવાની તમારી પ્રથા છે. ગરીબ દીકરીને ધારાસભ્ય અને સાંસદ બનાવી છે.  આ સરકાર છે, તેને ભ્રષ્ટાચારના પૈસા સિવાય કોઈની કિંમત નથી. એ મને સમજાયા પછી આ બ્રાહ્મણે ચોટી બાંધી છે. આ સરકાર છે તેને ભ્રષ્ટાચારના પૈસા સિવાય કોઈ માણસની કિંમત નથી અને એ મને સમજાયા પછી આ બ્રહ્મણે ચોંટી બાંધી છે. એટલે જ્યાં સુધી ગુજરાતમાંથી ભાજપની સરકાર નહીં જાય ત્યાં સુધી હું મારા વાળ નહીં કપાવું. મારે સરકારમાં આવવા માટે લડવુ પણ નથી. આ સરકાર ગરીબો માટે અન્યાય કરતી સરકાર છે. તમે જે રીતે ગેનીબેનને મામેરું કર્યું છે, તો આ બ્રાહ્મણને દક્ષિણા આપવાનું ન ભૂલતા. ગુજરાતમાંથી સરકાર કાઢવાનું કામ વળગીને કરજો.  વાવ વિધાનસભાના મતદારોના આભાર દર્શન વખતે ગેનીબેન ઠાકોરે કહ્યું કે, મારી અંતિમયાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે. વાવના મતદારોનું વિશ્વાસ ક્યારે નહીં તોડું અને એનો વેપાર નહિ કરું. જો કોઈ બેહન દીકરી મામેરું માંગીને સતા સ્થાને આવે તો એની કિંમત હું જાણું છું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleTelegram ના CEO પોલ દુરોવની ફ્રાન્સમાં ધરપકડ કરવામાં આવી
Next articleવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘લખપતી દીદી’ કાર્યક્રમ યોજાયો