Home ગુજરાત ‘ગેટ વે ટૂ ધ ફ્યુચર’ની થીમ સાથે યોજાયેલી અમૃતકાળની પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત...

‘ગેટ વે ટૂ ધ ફ્યુચર’ની થીમ સાથે યોજાયેલી અમૃતકાળની પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

27
0

• ગુજરાતે VGGS માં ૯૮,૫૪૦ પ્રોજેક્ટ્સ માટે રૂ.૪૫ લાખ કરોડથી વધુના રોકાણો માટે MoUની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

• ગુજરાતમાં 135 થી વધારે વિદેશી કંપનીઓ કાર્યરત : 100 કંપનીઓ વિશ્વની ફોર્ચુયન 500 કંપનીઓમાંથી

• 2,00,000 ચો. મી. માં ફેલાયેલ ભારતના સૌથી મોટા ટ્રેડ શોની અંદાજીત ૩ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી

• વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નવા યુગના ઉભરતા ક્ષેત્રો સેમીકંડકટર, ઇ-મોબીલીટી, ગ્રીન હાઈડ્રોજન, રીન્યુએબલ એનર્જી અને ન્યુ એજ ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં MoUs થયા છે

(જી.એન.એસ),તા.૧૭

ગાંધીનગર,

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે અમૃતકાળમાં યોજાએલી પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશે જણાવ્યું હતુ કે, ‘ગેટ વે ટૂ ધ ફ્યુચર’ની થીમ સાથે યોજાયેલી અમૃતકાળની આ પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ વર્ષે યોજાયેલ વાયબ્રન્ટ સમિટ “સમિટ ઓફ સક્સેસ તરીકે વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ” નીઉજવણી કરી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો વ્યાપ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનો રહ્યો છે જે તેની સફળતા બતાવે છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વર્ષ-૨૦૨૨માં કોરોના મહામારીને કારણે મુલત્વી રહેલી વાયબ્રન્ટ સમિટમાં ૫૭,૨૪૧ પ્રોજેક્ટ્સમાં રૂ.૧૮.૮૭ લાખ કરોડના રોકાણોના MoU થયા હતા. જ્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ ૧૦મી કડીમાં વર્ષ-૨૦૨૪ માં ૪૧,૨૯૯ પ્રોજેક્ટ્સમાં રૂ. ૨૬.૩૩ લાખ કરોડના રોકાણો માટેના MoU થયા છે. આમ કુલ મળીને વર્ષ 2019 થી 2024 સુધીમાં ૯૮,૫૪૦ પ્રોજેક્ટ્સ માટે રૂ.૪૫.૨૦ લાખ કરોડથી વધુના રોકાણો માટે MoUની ઐતિહાસિક સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અત્યારે 135થી વધારે વિદેશી કંપનીઓ કાર્યરત છે જેમાંથી 100 કંપનીઓ વિશ્વની ફોર્ચુયન 500 કંપનીઓમાંથી છે.

તેમણે ઉમેર્યું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10માં સંસ્કરણમાં 140થી વધુ દેશોમાંથી 61,000 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સમિટના ભાગ રૂપે 150 જેટલા સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન થયું હતું આ ઉપરાંત 2,862 B2B મીટિંગ્સ અને 1,368 B2G મીટિંગ્સ યોજાઇ હતી. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નવા યુગના ઉભરતા ક્ષેત્રો સેમીકંડકટર, ઇ-મોબીલીટી, ગ્રીન હાઈડ્રોજન, રીન્યુએબલ એનર્જી અને ન્યુ એજ ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં MoUs થયા છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, 2,00,000 ચો. મી. માં ફેલાયેલ ભારતના સૌથી મોટા ટ્રેડ શોમાં 20 થી વધુ સહભાગી દેશોના પેવેલીયન હતાં. આ ટ્રેડ શોની અંદાજીત ૩ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. આ ટ્રેડ શોમાં 450 થી વધુ MSME, સ્ટાર્ટઅપ્સ અને મહિલા ઉદ્યમકારો સહભાગિ થયા હતા. ટ્રેડ શોમાં ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ થીમ પર 360-ડિગ્રી પ્રોજેક્શન, ચંદ્રયાન, AI, રોબોટિક્સ અને ઇમર્સિવ ટેકનોલોજી ડિસ્પ્લેના વાસ્તવિક કદના મોડેલ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગાંધીનગર ના માણસા તાલુકાનાં રાજપુરા ગામે રથનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું
Next articleઅમદાવાદ જિલ્લાના માંડલની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનને પગલે બનેલ ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલનું આકરું વલણ