(જી.એન.એસ) તા. ૨૪
અમદાવાદ,
ગુજરાત રાજ્યમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે મોટા અને સારા સમાચાર આવ્યા છે જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિવિધ પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્યના જિલ્લા ન્યાયાલોયમાં કૂલ 198 જગ્યાઓ તથા રાજ્યની ઔદ્યોગિક ન્યાયાલયોમાં કૂલ 12 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત હાઈકોર્ટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.
ગુજરાત હાઈકોર્ટ ભરતીની મહત્વની માહિતી:-
સંસ્થા | ગુજરાત હાઈકોર્ટ |
પોસ્ટ | પ્રોસેસ સર્વર, બેલીફ વર્ગ -3 |
નોકરીનું સ્થળ | ગુજરાતની વિવિધ કોર્ટ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ઈન્ફોર્મેશન બુલેટિન વાંચવું |
ક્યાં અરજી કરવી | hc-ojas.gujarat.gov.in |
નોટિફિકેશન લિંક | https://gujarathighcourt.nic.in/hccms/sites/default/files/Recruitment_files/999_999_2024_5_22_487_1.pdf |
કુલ જગ્યા | 210 |
ગુજરાત હાઈકોર્ટ ભરતી પોસ્ટની વિગતે માહિતી
કોર્ટ | પોસ્ટ | જગ્યા |
વિવિધ જિલ્લા કોર્ટો | પ્રોસેસ સર્વર /બેલીફ | 198 |
ઔદ્યોગિક કોર્ટો | પ્રોસેસ સર્વર /બેલીફ | 12 |
ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે લાયકાત
સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે તેના સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાર કરેલી હોવી જોઈએ
ઉમેદવાર સાયકલ કે માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે દ્વીચક્રી વાહન ચલાવવાનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ
ઉમેદવાર સરકાર દ્વારા નિર્ધારિત કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ
ઉમેદવારને ગુજરાતી થવા હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ
ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે વયમર્યાદા
ઉમેદવારની ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારખીના રોજ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળાં વર્ગ, મહિલા ઉમેદવારો, ડિફ્રન્ટલી એબ્ડના કિસ્સામાં સરકારના પ્રવર્તમાન નિયમો ,હુકમો જોગવાઈઓ નીતિઓ અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે અરજી ફી
સામાન્ય ઉમેદવારોએ ફી તરીકે 1500 રૂપિયા ઉપરાંત બેંક ચાર્જીસ
અનામત વર્ગના ઉમેદવારોએ ફી તરીકે 750 રૂપિયા ઉપરાંત બેંક ચાર્જીસ
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.