Home ગુજરાત ગુજરાત સરદાર સાહેબના અપમાનને ક્યારેય સહન નહીં કરે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ગુજરાત સરદાર સાહેબના અપમાનને ક્યારેય સહન નહીં કરે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

28
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના થરાદથી રૂપિયા ૮૦૩૪ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરી હતી. મોરબીમાં બનેલી ઘટના અંગે વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે, આ મામલે સરકાર તરફથી કોઈ કસર છોડવામાં આવશે નહીં. આજે ગુજરાત શોકમાં ડૂબેલું છે, દેશવાસીઓ પણ ખૂબ દુઃખી થયા છે, મોરબીમાં જે ભયંકર દુર્ઘટના ઘટી અનેક આપણાં સ્વજનો, નાનાં ભૂલકાઓએ પોતાના જીવ ગુમાવ્યા, દુઃખની આ ઘડીમાં આપણા સૌની સંવેદનાઓ પીડિત પરિવારોની સાથે છે. ભૂપેન્દ્રભાઈ અને તેમની સરકારના સૌ સાથીઓ પૂરી શક્તિથી શક્ય એટલા બધાં રાહતનાં કામો કરી રહ્યાં છે.

કાલે રાત્રે કેવડિયાથી સીધા ભૂપેન્દ્રભાઈ મોરબી પહોંચ્યા અને રાહતકામોની કમાન સંભાળી લીધી. હું પણ રાતભર અને આજે સવાર સુધી સંપર્કમાં રહ્યો. વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કાૅંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે છાપામાં કાૅંગ્રેસની જાહેરાત જાેઈ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી હોવા છતાં જાહેરાતમાં ક્યાંય સરદાર સાહેબનો સ જાેવા ન મળ્યો. કાૅંગ્રેસને સરદાર વલ્લભભાઈ પટેલ સામે વાંધો શું છે? ગુજરાત સરદાર સાહેબના અપમાનને ક્યારેય સહન નહીં કરે. થરાદ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત માટે પાણી કેટલું મહત્વનું છે

એમ જણાવતા વડાપ્રધાનએ જળ પ્રકલ્પના આ ૮૦૦૦ કરોડના વિકાસકામોથી ઉત્તર ગુજરાતના ૬ જિલ્લા અને ૧૦૦૦ કરતા વધારે ગામોમાં ૨ લાખ હેકટર કરતા વધુ જમીનને સિંચાઇની સુવિધાનો લાભ મળવાનો છે. ગુજરાતની ખમીરવંતી પ્રજા મુસીબતોનો સામનો કરી પરસેવો પાડી પરિણામ મેળવવાનો પ્રયત્ન કરે છે, બનાસકાંઠા જિલ્લો એનું જીવંત સાક્ષી છે એમ ઉમેરી ખેતી, પશુપાલન, ડેરી, બાગાયત, સિંચાઇ સહિતની વિવિધ યોજનાથી બનાસકાંઠાનો વિકાસ થઈ રહ્યો હોવાનું જણાવી ખેડૂતોને સમૃદ્ધ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી હોવાનું ઉમેર્યુ હતું.

“કિસાન સન્માન નિધિ” “વનધન યોજના” ખેડૂતોને બેન્ક લોન સહિતની યોજનાઓથી ખેડૂતોની આર્થિક સધ્ધરતા વધે એવા પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે એમ જણાવી ખાતરના ભાવોની અસમાનતાથી મૂંઝવણમાં રહેતા ખેડૂતોની મૂંઝવણના અંત માટે તેમજ ખેડૂતોનો પાક પીળો ન પડી જાય એ માટે હવેથી ફર્ટિલાઈઝર ભારત ના નામે આપવામાં આવશે અને ખાતરની જે બોરી ૨૦૦૦ રૂપિયાથી વધુ કિંમતની છે એ ૨૬૦ રૂપિયામાં ખેડૂતોને આપવામાં આવશે એમ કહ્યું હતું.

બનાસકાંઠા પશુપાલન આધારિત જિલ્લો છે ત્યારે દૂધની સાથે સાથે પશુઓના ગોબરમાંથી પણ ખેડૂતો પશુપાલકો કમાઈ કરી શકે એ માટે “ગોબર ધન” યોજના અમલી બનાવવામાં આવશે એમ જણાવી સાત્વિક ખાતર અને પ્રાકૃતિક ખેતી પર ભાર મુકવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. બનાસકાંઠાના નડાબેટમાં સીમા દર્શનથી સરહદના ગામોને કેવી રીતે જીવંત કરી શકાય એનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.” વાઇબ્રન્ટ બોર્ડર વિલેજ” યોજનાથી આવા ગામોને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનો સંકલ્પ વ્યક્ત કરતા જિલ્લવાસીઓને ભુજના” શહીદ સ્મૃતિ વન”ની એકવાર મુલાકાત કરી ભૂકંપમાં માર્યા ગયેલા શહીદો પરિવારજનોને સાંત્વના પાઠવવા સંવેદના સાથે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ઉત્તર ગુજરાત પ્રત્યે વિશેષ સંવેદના હોવાનું જણાવવાની સાથે બનાસકાંઠાને વંદન કરવાનું મન થાય છે એમ જણાવી ટપક સિંચાઈ અને સૂક્ષ્મ સિંચાઈમાં બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે જેનું ગૌરવ હોવાનું જણાવ્યું હતું. બનાસકાંઠા વિકાસની નવી ગાથા લખી રહ્યું છે એમ જણાવતાં જિલ્લાના ઊંચાઈવાળા ભૌગોલિક વિસ્તાર એવા વાવ, સૂઇગામ, કાંકરેજ સહિતના વિસ્તારમાં માં નર્મદા મૈયાના નીર પહોંચાડવામાં આવશે, મુક્તેશ્વર ડેમ અને કરમાવત જેવા તળાવો ભરવામાં આવશે જેથી આ વિસ્તારોની પાણીની સમસ્યા કાયમી દૂર થશે એવું ભારપૂર્વક તેમણે જણાવ્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન નરેન્દ્ર મોદી જાંબુઘોડા ખાતે કહ્યું- આદિવાસી પરિવારોએ કલાકોની મહેનત કરી મને પરિવર્તન લાવવા સપોર્ટ કર્યો
Next articleહનીટ્રેપમાં ફસાવવા બે યુવકોનું અપહરણ કરી ૫ લાખની ખંડણી માગી