Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાત સરકાર સામે હવે સરકારી વિભાગોના કર્મચારીઓ આંદોલનના માર્ગે, શિક્ષક દિવસને કાળા...

ગુજરાત સરકાર સામે હવે સરકારી વિભાગોના કર્મચારીઓ આંદોલનના માર્ગે, શિક્ષક દિવસને કાળા દિવસ તરીકે ઉજવશે

48
0

ગુજરાત સરકાર સામે હવે સરકારી વિભાગોના કર્મચારીઓ આંદોલનના માર્ગે આગળ વધી રહ્યાં છે. ત્યારે આગામી પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી થાય છે પરંતુ સરકારથી નારાજ સમયના પાર્ટ ટાઈમ અધ્યાપકો શિક્ષક દિવસને કાળા દિવસ તરીકે ઉજવશે.

વર્ષોથી કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટેની જાહેરાત થઈ પરંતુ અમલ ના થયો તથા કેટલાક પ્રશ્નો અંગે હજુ કોઈ નિરાકરણ ના આવતા હવે અધ્યાપકોએ કાળા દિવસની ઉજવણી કરવાનો નિણર્ય કર્યો છે. 30 માર્ચ 2017એ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખંડ સમયના પ્રાધ્યાપકોને મેરીટ અને સિન્યોરીટીના આધારે કાયમી પૂર્ણ સમય કરવાની જાહેરાત કરી હતી.

વિધાનસભામાં કરેલ જાહેરાતના 5 વર્ષ બાદ પણ તેનો અમલ થતો નથી.અનેક વખત રજુઆત કરી છતાં રજૂઆતને કોઈ ધ્યાને લેતું નથી. છેલ્લા 24 વર્ષથી નોકરી પછી માત્ર 6000થી 19500 રૂપિયાના ફિક્સ પગાર આપીને આર્થિક શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે પાર્ટ ટાઈમ અધ્યાપકો શિક્ષણ દિવસને કાળા દિવસ તરીકે ઉજવશે. 5 સપ્ટેમ્બરે અધ્યાપકો કાળા વસ્ત્રો પહેરીને શિક્ષણકાર્ય કરશે.

જ્યાં સુધી પાર્ટ ટાઈમના અધ્યાપકોને 30 માર્ચ 2017ના ઠરાવ મુજબ કાયમી કરવામાં નહિ આવે ત્યાં સુધી કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષણકાર્ય કરશે. 5 સપ્ટેમ્બરે અધ્યાપકો ઉપરોક્ત કાર્યક્રમો સિવાય પણ એક કરતાં વધુ આશ્ચર્યજનક રચનાત્મક કાર્યક્રમ આપશે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબહાદરપુર ખાતે એક ગાડીમાં અચાનક આગ ભભૂકી, બે શખ્સોનો આબાદ બચાવ થયો
Next articleસુરતમાં અજાણ્યા શખ્સોએ ચપ્પુના 7થી 8 ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો