Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાત સરકાર દ્વારા એર એમ્બ્યુલન્સ સેવા સુનિશ્ચિત મરામત બાદ ફરી શરૂ

ગુજરાત સરકાર દ્વારા એર એમ્બ્યુલન્સ સેવા સુનિશ્ચિત મરામત બાદ ફરી શરૂ

12
0

અત્યાર સુધીમાં 42 એર એમ્બ્યુલન્સ ફ્લાઈટ સફળતાપૂર્વક ઓપરેટ કરવામાં આવી

એર એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવા માટે નાગરિકો 108 પર સંપર્ક કરી શકશે

(જી.એન.એસ) તા. 21

અમદાવાદ,

એર એમ્બ્યુલન્સ બીકક્રાફ્ટ-200 પ્લેનનો ઉપયોગ કરે છે, એરક્રાફ્ટ ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ સાથે, વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, ઓક્સિજન સિલિન્ડર અને ઇસીજી મોનિટર વગેરે જેવા આવશ્યક તબીબી સાધનો સાથે સજ્જ

રાજય સરકારના સિવિલ એવિએશન ડીપાર્ટમેન્ટ દ્વારા એર એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો  છે. વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે તે માટે ખૂબ જ વ્યાજબી ભાવે ચલાવવામાં આવે છે. આ સેવા સિવિલ એવિએશન વિભાગ અને જીવિકે – ઈએમઆરઆઈ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહી છે, જેનો તમામ નાગરિકો લાભ લઈ શકે છે.  એર એમ્બ્યુલન્સની સેવા લેવા માટે નાગરિકો ૧૦૮ ઉપર સંપર્ક કરી ઉક્ત સેવા મેળવી શકે.

એરક્રાફ્ટ અને ઈક્વિપમેન્ટ્સની વાત કરીયે તો, એર એમ્બ્યુલન્સ બીકક્રાફ્ટ-200 પ્લેનનો ઉપયોગ કરે છે, એરક્રાફ્ટ ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ સાથે, વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, ઓક્સિજન સિલિન્ડર અને ઇસીજી મોનિટર વગેરે જેવા આવશ્યક તબીબી સાધનો સાથે સજ્જ છે. એર એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને હવે ઝડપથી એક એરપોર્ટથી બીજા એરપોર્ટ પર તુરંત પહોંચાડી શકે શકાય છે, જેથી ક્રિટીકલ કંડીશનમાં તેઓને ઝડપથી અને  સમયસર તબીબી સારવાર મળી શકે.

અત્યાર સુધીમાં 42 એર એમ્બ્યુલન્સ ફ્લાઈટ સફળતાપૂર્વક ઓપરેટ કરવામાં આવી છે.  વધુ માહિતી માટે અથવા એર એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવા માટે નાગરિકો 108 પર સંપર્ક કરી શકે છે.

ચાલો, ગુજરાતમાં તબીબી સહાયને વધુ સુલભ અને કાર્યક્ષમ બનાવવા માટે સાથે મળીને કામ કરીએ. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાવનગરમાં બોરતળાવનું મેગા ડિમોલિશન કામગીરી કરવામાં આવી
Next articleગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ