Home ગુજરાત ગુજરાત સરકારના ઉદ્યોગ (MSME), નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના માનનીય મંત્રી...

ગુજરાત સરકારના ઉદ્યોગ (MSME), નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત મલેશિયાની મુલાકાતે

28
0

(G.N.S) Dt. 30

પ્રતિનિધિમંડળની મુલાકાતના પહેલા દિવસની હાઇલાઇટ્સ

ગાંધીનગર/મલેશિયા,

માનનીય કેબિનેટ મંત્રી, શ્રી બળવંતસિંહ રાજપૂત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા ગુજરાત અને મલેશિયા વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સહયોગની તકોને એક્સપ્લોર કરવા માટે ત્રણ દિવસની મલેશિયાની મુલાકાતે છે.

તેમની મુલાકાતના પ્રથમ દિવસે, માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે પામ ઓઈલના વાવેતર અને રિફાઈનિંગ ક્ષેત્રની અનેક સંસ્થાઓના વડાઓ અને વિવિધ કંપનીઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. મીટિંગ દરમિયાન, મંત્રીશ્રીએ પામ પ્લાન્ટેશન, R&D માટે ગુજરાતમાં વિવિધ તકો પર પ્રકાશ પાડ્યો હતો અને ગુજરાત અને મલેશિયા વચ્ચે પામ ઓઇલ સેક્ટરમાં વિવિધ તકો પર ચર્ચા કરી હતી,જે આત્મનિર્ભર ભારતની કલ્પનાને પરિપૂર્ણ કરવામાં મહત્વની સાબિત થશે.

વધુમાં, માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે મલેશિયા સરકારના રોકાણ, વેપાર અને ઉદ્યોગના માનનીય નાયબ મંત્રી શ્રી H.E. લિવ ચિન ટોંગ સાથે મુલાકાત કરી, આ દરમીયાન ગુજરાતમાં ઉત્પાદન, કૌશલ્ય વિકાસ, ગિફ્ટ સિટીમાં તકો, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ વગેરે વિષયો પર ચર્ચા થઈ સાથે બંને પ્રદેશો વચ્ચે સહયોગ માટેની તકો પર વિવિધ ચર્ચાઓ યોજાઈ હતી. માનનીય મંત્રીશ્રીએ જાન્યુઆરીમાં આવનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, માનનીય વિદેશ રાજ્યમંત્રી શ્રી રાજ રંજન સિંહની હાજરીમાં, ઈન્ડિયા હાઉસ ખાતે કુઆલાલંપુરમાં ભારતના હાઈ કમિશનર દ્વારા આયોજિત રાત્રિભોજનમાં પણ હાજરી આપશે. આ રાત્રિભોજનમાં મલેશિયાના બિઝનેસ ચેમ્બરના અનેક વડાઓ અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ હાજરી આપશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને રેડ ક્રોસની ઇન્ટરનેશનલ કમિટી (ICRC) 29મી-30મી નવેમ્બર, 2023ના રોજ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના ક્ષેત્રમાં ભાગીદારીને વિસ્તૃત કરે છે
Next articleરાજયના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રો અને એ.પી.એમ.સી માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ