Home ગુજરાત ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે ડંફરમાં લઇ જવાતો વિદેશી દારૂ બાકોર પોલીસે ઝડપ્યો

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે ડંફરમાં લઇ જવાતો વિદેશી દારૂ બાકોર પોલીસે ઝડપ્યો

30
0

ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં પોલીસ તંત્ર દ્વારા વિવિધ બોર્ડરની ચેક પોસ્ટ પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ અવર જવર કરતા વાહનો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. તેવામાં આજે મહીસાગર જિલ્લામાં આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ પાસે આવેલી લંભુ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પાર્સિંગના ડંફરમાં ભરીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મહીસાગર જિલ્લામાં આવેલ ગુજરાત રાજસ્થાન રાજ્યની ત્રણ સરહદો તેમજ જિલ્લાની 14 આંત્રિક સરહદો પર અલગ અલગ ટિમો બનાવીને તપાસ કરવામાં આવી રહી છે.

ત્યારે મહીસાગરના ખાનપુર તાલુકામાં આવેલ રાજસ્થાન ગુજરાત બોર્ડર પાસેના લંભુ ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં રાજસ્થાન તરફથી ગુજરાતમાં લાવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. રાજસ્થાન પાર્સિંગના આરજે 02 જીબી 1795 નંબરના ડંફરમાં અલગ અલગ માર્કવાળી વિદેશી દારૂની નાની મોટી મળી કુલ 11,700 બોટલો સાથે એક આરોપીની અટકાયત કરી છે. બાકોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.એમ મકવાણા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચેકીંગ દરમીયાન આ દારૂ ભરેલ ડંફર સહિત એક આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપી મુલ્લારામ ભવરારામ જાટ રાજસ્થાનના નાગોર ખેવસર તાલુકાના બેરાતાલ ગામનો રહેવાસી છે. તેમજ એક આરોપી પ્રિતેશ કલાલ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સીમલવાડાનો રહેવાસી છે. જે હાલ ફરાર છે જેને ઝડપી પાડવા હાલ પોલીસ તપાસ કરી રહી છે. આમ બાકોર પોલીસ દ્વારા વિદેશી દારૂ ભરેલા ડંફર સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

જેમાં 11,01,312 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ, 10 લાખનું ડંફર (ટ્રક) એક કિપેઇડ મોબાઈલ રોકડ 100 રૂપિયા અને તાડપત્રી મળી કુલ 21,01,912 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખંભાતમાં જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે દિવ્યાંગ બાળકો સાથે રહી સમય પસાર કર્યો
Next articleકડી શહેરમાં ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ, ભાજપના ઝંડા સાથે બાઈક રેલીનું આયોજન