ગુજરાત યુનિવર્સિટીમાં ડીગ્રી વેરિફિકેશન, માઈગ્રેશન તથા માર્કશીટ વેરિફિકેશન સહિતની કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવી હતી, જેનો NSUI દ્વારા શરૂઆતથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે ગઈકાલે પણ NSUIએ વિરોધ કરીને યુનિવર્સિટીમાં તાળાબંધી કરી હતી. ત્યારે આજે કુલપતિ આવતાં જ તેમની પર નકલી નોટોનો વરસાદ કર્યો હતો. કુલપતિને ઉપર જતા અટકાવ્યા હતા, એ બાદ પોલીસની મદદથી કુલપતિ ઉપર ગયા હતા.
ખાનગી એજન્સીને કામ સોંપ્યું છતાં તે દ્વારા વધુ પૈસા લઈને સમયસર કામ કરવામાં આવતું ના હોવાનો NSUIનો આક્ષેપ છે. પોતાના માળતિયાઓને સિન્ડિકેટ સભ્યોએ કામ અપાવ્યાનો આક્ષેપ છે અને એ માટે જ NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઇકાલની તાળાંબંધી બાદ આજે ફરીથી NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. 100થી વધુ કાર્યકરો યુનિવર્સિટી ટાવરમાં નારાબાજી કરી રહ્યા હતા.
આ દરમિયાન કુલપતિ હિમાંશુ પંડ્યા યુનિવર્સિટી ટાવર પહોંચતાં NSUIના કાર્યકરોએ તેમને ઘેરી લીધા હતા. કુલપતિ આવતાં જ દલાલ VCના નારા સાથે કુલપતિ પર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. સીડીમાં ચઢેલા કુલપતિએ સીડી પરથી નીચે ઊતરવું પડ્યું હતું. અંતે પોલીસની મદદથી કોર્ડન કરીને કુલપતિની યુનિવર્સિટીની અંદર લઈ જવામાં આવ્યા હતા.
NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે અગાઉ નજીવા દરે વેરિફિકેશન કામ થતું જ હતું, પરંતુ ખાનગી એજન્સીને કામ સોંપીને વિદ્યાર્થીઓને લૂંટવામાં આવી રહ્યા છે, તેથી અમે આજે નકલી નોટો કુલપતિ ઉપર ઉડાવી વિરોધ કર્યો છે. ખાનગી એજન્સીને કામ સોંપ્યું છે એમાં સિન્ડિકેટ સભ્યો અને કુલપતિનો ભાગ છે, ના હોય તો એજન્સી પાસેથી કામ લઈ લેવું જોઈએ.
વિરોધનું મૂળ કારણ શું છે?.. તે જાણો.. ગુજરાત યુનિવર્સિટીનું ડીગ્રી તથા માર્કશીટ વેરિફિકશનથી લઈને પ્રોવિઝનલ સર્ટિફિકેટનું કામ ખાનગી કંપનીને સોંપવાનો ઠરાવ કરાયો હતો, પરંતુ એમાં ચોંકાવનારી વાત એ હતી કે એ બધાં સર્ટિફિકેટના ચાર્જીસમાં 500થી 1000% સુધીનો વધારો ઝીંકી દેવાયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.