Home ગુજરાત કચ્છ ગુજરાત પોલીસની સતર્કતા ને સલામ, નલિયામાં જખૌ મરીન પોલીસને ચરસના 4.80 કરોડના...

ગુજરાત પોલીસની સતર્કતા ને સલામ, નલિયામાં જખૌ મરીન પોલીસને ચરસના 4.80 કરોડના 9 પેકેટો મળી આવ્યા

32
0

(જી.એન.એસ) તા. 12

નલિયા,

ગુજરાતનાં નલિયામાં જખૌ મરીન પોલીસને ચરસના 9 પેકેટો મળી આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત 4.80 કરોડ છે. સિંધોડી અને સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાંથી ચરસ મળ્યુ છે.અલગ અલગ વિસ્તારમાંથી બે દિવસમાં 19 પેકેટ મળ્યા હતા. આ અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી તેમજ દ્વારકા પોલીસ દ્વારા દ્વારકા નજીકના દરિયા કાંઠા વિસ્તારમાંથી રૂપિયા 16.03 કરોડ કિંમતનો 32 કિલોથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રકરણ બાદ સ્થાનિક પોલીસે જાહેર કરેલી ઝુંબેશ દરમિયાન રાત્રીના સમયે પોલીસને આશરે રૂપિયા 43 લાખ જેટલી કિંમતનો વધુ પોણા નવસો ગ્રામ જેટલો ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. તેમજ કચ્છના પિંગલેશ્વર નજીક ચરસના 10 પેકેટ જપ્ત કરાયા હતા.

આ અગાઉ દ્વારકા પોલીસ તથા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ત્રણ બાચકામાંથી સાંપળેલા 30 પ્લાસ્ટિકના પેકેટમાં રહેલો આશરે 32 કિલોથી વધુ વજનનું ચરસ બિનવારસુ હાલતમાં મળી આવ્યું.

આશરે રૂપિયા 16.03 કરોડ જેટલી આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતા ચરસના આ જથ્થા સંદર્ભે દ્વારકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ આ સમગ્ર પ્રકરણ અંગેની તપાસ દ્વારકા તાબેના મીઠાપુર પોલીસ મથકના પી.એસ.આઈ.ને સોંપવામાં આવી હતી.

મીઠાપુર નજીકના મોજપ ગામના દરિયા કાંઠેથી વધુ એક પેકેટ બિનવારસી હાલતમાં સાંપડ્યું હતું. જે અંગેની પોલીસ તપાસમાં તેમાં 872 ગ્રામ ચરસ હોવાનું ખુલવા પામ્યું હતુ.આશરે રૂપિયા 42 લાખથી વધુની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતા આ ચરસના જથ્થાને પોલીસે કબજે લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી થશે શરૂ
Next articleબોમ્બે હાઈકોર્ટનો પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ત્રણ કથિત સભ્યોને જામીન આપવાનો ઇનકાર