Home ગુજરાત ગુજરાત પોલીસની ડ્રગ્સના દૂષણ સામે પ્રો-એક્ટિવ કામગીરી

ગુજરાત પોલીસની ડ્રગ્સના દૂષણ સામે પ્રો-એક્ટિવ કામગીરી

24
0

ગુજરાતમાં પકડાતા નશીલા પદાર્થો સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ‘પકડાતી’ નથી પરંતુ ગુજરાત પોલીસની સતર્કતાથી ‘પકડવા’માં આવે છે : ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી

(જી.એન.એસ),તા.૧૪

ગાંધીનગર,

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ડ્રગ્સ એ સામાજિક દુષણ છે અને ગુજરાત પોલીસ ડ્રગ્સના આ દૂષણ સામે પ્રો-એક્ટિવ કામગીરી કરી રહી છે, સાથોસાથ કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ મુખ્યમંત્રી કક્ષાએથી આવી બાબતો માટે સતત મોનિટરિંગ પણ થતું રહે છે. કચ્છ અને ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોના જથ્થાને પકડવા લેવાયેલ પગલા અંગેના પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં પકડાતા નશીલા પદાર્થો તેમજ દારૂ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ‘પકડાતા ‘નથી પરંતુ ગુજરાત પોલીસની સતર્કતાથી ‘પકડવા’માં આવે છે. કચ્છની દરિયાઈ સીમા ઉપર ગુજરાત પોલીસ એ.ટી.એસ. ટીમ  સતત રાત દિવસ કામગીરી કરી રહી છે.

મંત્રીશ્રીએ દરિયાઈ ઓપરેશન દરમિયાન એ.ટી.એસ .ટીમ દ્વારા થતી કામગીરીની વિગતો આપતા જણાવ્યું કે, કંડલા પોર્ટ ઉપર ઈરાનથી આવેલ એક કનસાઈનમેન્ટમાંથી ૨૦૫.૬ કિલો હેરોઇન જેની કિંમત રૂ.૧૦૨૮ કરોડ તથા પીપાવાવ પોર્ટ ખાતે એક કન્ટેનરમાંથી કુલ ૩૯૫ કિલો જેમાંથી ૯૦ કિલો હિરોઈનની કિંમત રૂ.૪૫૦ કરોડ થવા જાય છે.  તપાસ એજન્સીઓ મારફતે કુલ ૮૫૮ કિલો જેટલો નશીલો પદાર્થ પકડવામાં આવ્યો છે. જેની કિંમત અંદાજિત રૂ.૪૪૮૭ કરોડ થવા જાય છે. એટલું જ નહીં, આ હેરાફેરીમાં સંડોવાયેલ ૩૮ પાકિસ્તાની ,પાંચ ઈરાની, ત્રણ અફઘાની, બે નાઇજિરિયન તેમજ ૯ ભારતીયો સહિત ૫૭ આરોપીઓની ધરપકડ કરી આજીવન જેલના હવાલે કરવામાં આવ્યા છે.

મંત્રીશ્રીએ ગુજરાતમાં નશીલા પદાર્થો સહિતની પ્રતિબંધિત વસ્તુઓ સામે  કરવામાં આવતી કાર્યવાહી માટે રાજ્યની જનતાને સરકાર તેમજ પ્રજાના પ્રતિનિધિઓ પાસે ખૂબ અપેક્ષા છે ત્યારે આ બાબતે રાજનીતિ નહીં પણ રાજ્યની પોલીસને સહયોગ આપવા ખાસ અપીલ કરી હતી. પ્રોહિબીશન અંતર્ગત થયેલ કામગીરીની વિગતો આપતા ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરીને  કચ્છ-પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર તથા ભાવનગરમાં કુલ છેલ્લા બે વર્ષમાં ૮૨૩૧ કેસો કરી ૫૫૮૩ બૂટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field