Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય; પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની...

ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય; પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

22
0

(જી.એન.એસ) તા. 19

ગાંધીનગર/અમદાવાદ,

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત પર ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થઇ છે જેના કારણે ગુજરાતમાં ગાજવીજ સાથે પાંચ દિવસ ધોધમાર વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડશે, કેટલાક સ્થળોએ વચ્ચે-વચ્ચે ભારે વરસાદ પડશે. નવસારી, વાપી, વલસાડ, સુરત અને ભરૂચમાં ભારે વરસાદ પડશે. સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વધુ તીવ્ર અને ભારે રહેશે. સૌરાષ્ટ્રનો પશ્ચિમ વિસ્તાર હવામાનની ગતિવિધિઓ માટે વધુ સંવેદનશીલ રહેશે. ઉના-દીવથી શરૂ થઈને સોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, જામનગર, ખંભાળિયા સુધીનો દરિયાકાંઠાનો વિસ્તાર પ્રતિકૂળ હવામાનની સ્થિતિનું જોખમ રહેશે. આવું વાતાવરણ જૂનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના આંતરિક ભાગોમાં પણ રહેશે. આ પ્રવૃત્તિ કંડલા, ભુજ અને નલિયા સહિત કચ્છના કેટલાક ભાગોને પણ અસર કરી શકે છે.

હવામાન વિભાગે તેના અપડેટમાં જણાવ્યું છે કે મધ્ય અને અડીને આવેલા ઉત્તર બંગાળની ખાડી પર લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે, જેના કારણે 18 અને 19 જુલાઈના રોજ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા, દક્ષિણ ઓડિશા, ગોવા, કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ કર્ણાટક અને ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. IMDએ કહ્યું કે 20 જુલાઈએ વિદર્ભ અને છત્તીસગઢના કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે (20 જુલાઇ) ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ થશે. આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો અરવલ્લી, ખેડા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદ થવાની શક્યતા છે. તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડૉ. મનસુખ માંડવિયાએ પેરિસ ઓલિમ્પિક્સ 2024 અને પેરાલિમ્પિક્સ 2024 માટે ભારતની તૈયારીઓ પર ઇન્ટરેક્ટિવ સત્રમાં ભાગ લીધો
Next articleપોરબંદરમાં છેલ્લા 36 કલાકમાં 20 ઇંચ કરતાં વધુ વરસાદ