Home ગુજરાત ગુજરાત દિપોત્સવી અંક-૨૦૭૯નું વિમોચન કરતાં મુખ્યમંત્રી

ગુજરાત દિપોત્સવી અંક-૨૦૭૯નું વિમોચન કરતાં મુખ્યમંત્રી

29
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માહિતી ખાતા દ્વારા સંપાદિત ગુજરાત દિપોત્સવી અંક-૨૦૭૯નું વિમોચન કર્યું હતું.

(જી.એન.એસ),તા.૨૩
પ્રતિ વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ માહિતી ખાતા દ્વારા ગુજરાત દિપોત્સવી અંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પ્રતિ વર્ષે સાહિત્યકારો અને વાંચકોમાં ગુજરાત દિપોત્સવી અંકની પ્રતીક્ષા રહે છે.
માહિતી નિયામક ડી.કે.પારેખે મુખ્યમંત્રીને ગુજરત દિપોત્સવી અંક વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, દિપોત્સવી અંક-૨૦૭૯માં સર્વશ્રી ગુણવંત શાહ, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, કુમારપાળ દેસાઈ, યશવંતભાઈ મહેતા, અજય ઉમટ, કૃષ્ણકાંત ઉનડકટ, ડૉ.દિનકર જોશી, ડૉ.ચંદ્રકાંત મહેતા, મધુરાય જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સર્જકોની કલમે થયેલા સર્જનને સંકલિત કરીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં, આ દિપોત્સવી અંક-૨૦૭૯માં ૩૧-અભ્યાસલેખો, ૩૬-નવલિકાઓ, ૧૯-વિનોદિકાઓ, ૧૧-નાટિકાઓ અને ૧૦૨-કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. દિપોત્સવી અંક ૫૯ જેટલી તસવીરો અને ચિત્રોથી નયનરમ્ય અને આકર્ષક બન્યો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ વિમોચન વેળાએ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, અધિક માહિતી નિયામકો, અરવિંદ પટેલ, પુલક ત્રિવેદી, મુખ્યમંત્રીના નાયબ માહિતી નિયામક ઉદય વૈશ્નવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિહારમાં પતિ રૂપિયા હાટુ પત્ની પાસે ગંદુ કામ કરાવતો, જ્યારે તેણીએ ના પાડી તો ઉકળતું પાણી ફેંક્યું, પોલીસે મહિલાની ફરિયાદના આધારે પતિની પૂછપરછ કરી
Next article“નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ” નો ફેઝ ૧-એ જાન્યુઆરી ૨૦૨૪ માં લોકાર્પણ કરવામાં આવશે : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા