Home રમત-ગમત ગુજરાત ટાઇટન્સે ફરી એકવાર IPLની ફાઇનલમાં જગ્યા બનાવી

ગુજરાત ટાઇટન્સે ફરી એકવાર IPLની ફાઇનલમાં જગ્યા બનાવી

35
0

(GNS),27

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સે ફરી એકવાર IPLની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની વર્તમાન ચેમ્પિયન ટીમે ક્વોલિફાયર-2માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને એકતરફી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.શુભમન ગિલની રેકોર્ડ સદી અને પછી મોહિત શર્મા અને રાશિદ ખાનની શાનદાર બોલિંગના આધારે ગુજરાતે 62 રનથી આશ્ચર્યજનક જીત નોંધાવી હતી.

આ સિઝનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચેનો આ બીજો મુકાબલો હતો અને તેનું પરિણામ ગત મેચ જેવું જ રહ્યું હતું. ત્યારે ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 200થી વધુ રન બનાવ્યા હતા અને મુંબઈને 160 રન પહેલા જ રોકી દીધું હતું. આ વખતે પણ ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને 233 રનનો મોટો સ્કોર બનાવતાં મુંબઈને માત્ર 171 રનમાં જ ધ્વસ્ત કરી દીધું હતું.

Previous articleસલમાનનાં બોડીગાર્ડે વિક્કી કૌશલને ધક્કો માર્યાનો વીડિયો થયો વાયરલ
Next articleનવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક