Home ગુજરાત ગુજરાત ગૌરવ યાત્રા અમરેલીથી રવાના, ગીર સોમનાથમાં મહાદેવના સાનિધ્યમાં થશે સમાપ્ત

ગુજરાત ગૌરવ યાત્રા અમરેલીથી રવાના, ગીર સોમનાથમાં મહાદેવના સાનિધ્યમાં થશે સમાપ્ત

25
0

ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા કાઢી સરકાર દ્વારા કરેલા કામો અંગે લોકો સુધી વાત પહોંચે તે માટે અલગ-અલગ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. આ ગૌરવ યાત્રા ઝાંઝરકાથી અમિત શાહ દ્વારા પ્રસ્તાન કરાવાઇ હતી. જેમાં આ યાત્રા અમરેલી જિલ્લામાં પ્રવેશી હતી અને સવારે રાજુલામાં ભવ્ય સ્વાગત કરાયા બાદ વિવિધ વિધાનસભા બેઠકો પર ફરી હતી અને સભાઓ યોજી હતી. રાતે અમરેલીમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને જીતુ વાઘાણીએ શહેરમાં સભા સંબોધી હતી.

આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને અમરેલીમાં ગૌરવ યાત્રાનું રાત્રિ રોકાણ બાદ આ યાત્રા અમરેલીથી રવાના થઈ હતી અને ધારી-બગસરા વિધાનસભા બેઠક ઉપર ફરી સ્થાનિક ભાજપ દ્વારા સ્વાગત-સન્માન કરવામા આવશે. ત્યારબાદ આ યાત્રા ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરશે. મોડી રાતે આ યાત્રાનું સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સમાપન થશે.

અમરેલી જિલ્લામાં ભાજપની ગૌરવ યાત્રા મારફતે સમગ્ર જિલ્લામાં કેસરિયાનો માહોલ સર્જાયો હતો. બે મંત્રીઓને જવાબદારી સોંપાતા મંત્રીઓ ગૌરવ યાત્રામાં જોડાયા હતા અને કાર્યકતા, હોદ્દેદારો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.

તેમજ મંત્રીઓ દ્વારા સભામાં સરકાર દ્વારા કરાયેલા વિકાસના કામો અંગે લોકોને માહિતગાર કર્યા હતા. આ સમગ્ર વિસ્તારમાં ભાજપનો પ્રચાર થાય તે માટે ગૌરવ યાત્રા વધુને વધુ વિસ્તારમાં ફરી રહી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવલસાડ જિલ્લામાં 17 હજારથી વધુ યુવા મતદારો નોંધાયા
Next articleવૈશ્વિક શેરબજારોમાં સાવચેતી સામે સ્થાનિક સ્તરે ફંડોની ખરીદી જળવાઈ રહેતા ભારતીય શેરબજારમાં સુધારા તરફી ચાલ…!!