(જી.એન.એસ) તા. 25
પોરબંદર,
ગુજરાતમાં ખારવા સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને મોટાભાગે ખારવા સમાજ મત્સ્યોઉદ્યોગ સાથે સંકળાયેલો છે અને પોરબંદર ખાતે બાર ગામ ખારવા સમાજના પ્રમુખ એટલે કે વાણોટની વરણી કરવામાં આવે છે. ખારવા સમાજનાં નવ ડાયરાના પંચ-પટેલો ચૂંટાય આવ્યા બાદ વાણોટની વરણી કરવામાં આવે છે. ત્યારે પોરબંદર ખાતે સમસ્ત બાર ગામ ખારવા સમાજનાં વાણોટ તરીકે પવનભાઇ શિયાળની સતત ચોથી વખત વરણી કરવામાં આવી હતી. તેમ જ ઉપપ્રમુખ અશ્વિનભાઇ ભીખુભાઇ જુંગીની વરણી કરવામાં આવી હતી.
શપથવિધી પૂર્વે પવન શિયાળે ખારવા પંચાયત મઢીમાં બિરાજમાન દેવી-દેવતાઓની પૂજા કરી હતી. ત્યાર બાદ સાફો પહેરવામાં આવ્યો હતો અને કુંવારિકા દ્વારા કુંમકુંમનું તિલક કરવામાં આવ્યું હતું. પોરબંદર (Porbandar) ખારવા સમાજની પંચાયત મંદિર મઢીના ઉપરના સભાખંડ મા વાણોટની નિમણુંક બાબતે નવનિયુકત પંચપટેલ/ટ્રસ્ટીઓની એક મિટિંગ રાખવામા આવેલ હતી. વાણોટ પવન શિયાળે નિયમ મુજબ પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થતા રાજીનામું આપ્યું હતું. પવન શિયાળની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને રાખી બિનહરીફ તરીકે ચોથી વખત સર્વાનુમત્તે પોરબંદર ખારવા સમાજનાં વાણોટ તરીકે પવન શિયાળની નિયુક્તિ કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે અશ્વિન જુંગીની નિયુક્તિ કરવામા આવી છે.
વાણોટ પવન શિયાળ તથા નવનિયુકત પંચપટેલ/ટ્રસ્ટીઓ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે, રોજગાર ક્ષેત્રે તથા અન્ય ક્ષેત્રે ઉચ્ચ કક્ષા એ લઈ જવા માટે તથા માછીમારોનાં વિકાસ માટે શપથ લીધા હતા. ઉપસ્થિત ખારવા સમાજનાં માજીવાણોટ, શ્રેષ્ઠીઓ, મહાનુભાવો તથા અન્ય સમાજનાં મહાનુભાવોએ પ્રમુખ પવન શિયાળ તેમ જ ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગીને હારતોરા કરી અભિવાદન કર્યુ હતું અને ત્યાં હાજર સૌકોઈ લોકોએ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.