Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવેલ 4 આતંકીઓ બાદ એજન્સીઓનો તપાસ માટે ધમધમાટ

ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવેલ 4 આતંકીઓ બાદ એજન્સીઓનો તપાસ માટે ધમધમાટ

24
0

શ્રીલંકામાં એક મુસ્લિમ પ્રચારક દ્વારા યુવાનોને આઈએસમાં જોડાવવાનું કુત્યનો ઘટસ્ફોટ

(જી.એન.એસ) તા. 29

અમદાવાદ,

ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદમાં એરપોર્ટથી પકડાયેલા 4 આઈએસઆઈએસના આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. આ આતંકીઓ પાકિસ્તાનના હેન્ડલર અબુની સાથે શ્રીલંકાના હેન્ડલર ઓસમન્ડ ગેરાર્ડ સાથે સંપર્ક માં હતા. આતંકીઓ મોહંમદ નુસરથ, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન અને મોહંમદ ફરીસને રૂ 4 લાખની શ્રીલંકન કરન્સીની વ્યવસ્થા ઓસમન્ડ ગેરાર્ડ કરી હતી. આ કરન્સી શ્રીલંકાના હમીદ આમિર દ્વારા ચારેય આતંકીઓને પહોંચાડવામાં આવી હતી. આ ઇનપુટ ગુજરાત એટીએસ એ શ્રીલંકાની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડીપાર્ટમેન્ટને આપતા શ્રીલંકા પોલીસે હેમદ આમિર સહિત 2 વ્યક્તિની ધરપકડ કરી છે અને શ્રીલંકાના હેન્ડલર ઓસમન્ડ ગેરાર્ડને વોન્ટેડ જાહેર કરીને 2 મિલિયન એટલે 20 લાખની ઇનામ જાહેર કર્યું છે.. આ હેન્ડલર મૂળ શ્રીલંકાના દેમાટાગોડાનો રહેવાસી છે અને વારંવાર વેશપલટો અને રહેઠાણ બદલતો રહેતો હોવાનું ખુલ્યું છે એટલું જ નહીં IS ની આતંકી પ્રવૃત્તિમાં કટ્ટરવાદી માનસિકતા ધરાવતા યુવકોને જોડવામાં એક મુસ્લિમ પ્રચારકનું નામ ખુલ્યું છે.. જે રાષ્ટ્રીય તૌહીદ જમાત સંગઠનના પ્રચાર દ્વારા યુવાનોને ટ્રાગેટ કરે છે. આ 4 આતંકીઓ પણ 42 દિવસ સુધી આ પ્રચારક સાથે રહ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભરૂચ જિલ્લામાં અંકલેશ્વર અને વાલિયા તાલુકાની સીમમાં દીપડાની લટારથી ગ્રામજનોમાં ફફડાટ
Next article‘સિંઘમ અગેન’ ફિલ્મના શૂટિંગ માટે કાશ્મીર પહોંચેલા રોહિત શેટ્ટીએ ખુશ થઈને વિડીયો શેર કર્યો