IPL 2023માં દિલ્હીની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. ડેવિડ વોર્નરની ટીમ જીતની હેટ્રિક ફટકારીને ગુજરાતનો સામનો કરવા તેના હોમ ગ્રાઉન્ડ પર ઉતરી હતી. મોહમ્મદ શમી દિલ્હીમાં પ્રથમ બેટિંગ કરવા આવ્યો કે, તરત જ ઘાતક બોલિંગ કરી. તેની 3 ઓવરમાં તેણે એક પછી એક 4 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. પરંતુ અમાન ખાનની અડધી સદીની ઇનિંગને કારણે ટીમ 130 રન સુધી પહોંચી ગઈ હતી. લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતની શરૂઆત અપેક્ષા મુજબ થઈ ન હતી. શુભમન ગિલ અને ડેવિડ મિલર સહિત 4 બેટ્સમેન ડબલ આંકડો પણ પાર કરી શક્યા નથી.
જે બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ સમજદાર બેટિંગ કરીને જવાબદારી પોતાના ખભા પર લીધી. તેણે શાનદાર અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. તેમને અભિનવ મનોહરે ટેકો આપ્યો હતો. આ મેચમાં હાર્દિકે શાનદાર અડધી સદી ફટકારી હતી. તે જ સમયે અંતમાં આવેલા રાહુલ તેવટિયાએ એનરિક નોરખિયાની ઓવરમાં સિક્સરની હેટ્રિક ફટકારી હતી. પરંતુ છેલ્લી ઓવરમાં ઈશાંત શર્માએ મેચની દિશા સંપૂર્ણપણે પલટી નાખી હતી. દિલ્હી કેપિટલ્સે આ મેચ 5 રને જીતીને ગુજરાતના વિજય રથ પર બ્રેક લગાવી દીધી હતી.
મોહમ્મદ શમીએ આ મેચમાં 4 મહત્વના બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેણે પ્રથમ ઓવરના પહેલા જ બોલ પર ફિલિપ સોલ્ટને પોતાની ઘાતક બોલિંગનો શિકાર બનાવ્યો હતો. જે બાદ તેણે મનીષ પાંડે, રિલે રુસો અને પ્રિયમ ગર્ગને આઉટ કરીને દિલ્હીને તબાહ કરી નાખ્યું હતું. આ પ્રદર્શન બાદ તેણે પર્પલ કેપની રેસમાં 7 સ્થાનની છલાંગ લગાવી છે, અને તે પર્પલ કેપનો માલિક બની ગયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.