(જી.એન.એસ),તા.૦૫
મુંબઇ,
આપણી જિંદગીમાં કે આસપાસ અનેકવાર એવા પરચા, ચમત્કાર સર્જાતા હોય છે જે આશ્ચર્યચકિત કરી દે તેવા હોય છે. દેવીદેવતાઓ કોઈને કોઈ સ્વરૂપે આવીને લોકોને સંકટમાંથી ઉગારતા હોય છે, અથવા તો ચમત્કાર બતાવતા હોય છે. આવું જ કંઈક ગુજરાતી ફિલ્મના શુટિંગ દરમિયાન થયું હતું. ગુજરાતની ફિલ્મના અમિતાભ બચ્ચન કહેવાતા ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મના શુટિંગમાં આવો જ એક ચમત્કાર થયો હતો. જેમાં દરિયાકાંઠે થઈ રહેલા શુટિંગ દમરિયાન એક ચકલી અચાનક આવી ચઢી હતી. ત્યારે આઈ વરુડી ચકલી બનીને આવ્યા હોવાની ચર્ચા થઈ હતી. જોકે, આ ઘટનાને કારણે અનેક લોકો આ ફિલ્મ નિહાળવા મટે સિનેમા ઘર પહોંચ્યા હતા. ગુજરાતી ફિલ્મ રા’નવઘણને કોણ નથી જાણતું. આ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ અભિનયના જોરદાર વખાણ થયા હતા. તો આ ફિલ્મના ગીતને બોલિવુડની ગાયિકા આશા ભોંસલેએ સ્વર આપ્યો હતો. પરંતું આ ફિલ્મ આઈ વરુડીના ચમત્કારને કારણે વધુ ચર્ચામાં આવી હતી. આ ફિલ્મના શુટિંગ દરમિયાન આઈ વરુડી ચકલી બનીને આવ્યા હોવાની વાત વહેતી થઈ હતી.
દરિયા કાંઠે શુટિંગ સમયે બનાવટી ચકલીનો એક સીન હતો. જેમાં બનાવટી ચકલી બેસાડીને સીન શૂટ કરવાનો હતો. પરતું એ સમયે જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદી ભાલો લઈ દરિયા વચ્ચે જાય છે ત્યારે ખરેખરમાં એક ચકલી ઉડીને તેમના ભાલા પર બેસી જાય છે. આમ, શુટિંગ માટે બનાવટી ચકલીની જરૂર ન પડી. આમ, આઈ વરુડી ચકલી બનીને ફિલ્મમાં આવ્યા હતા તેવી વાત વહેતી થઈ હતી. જયારે ઉપેન્દ્ર ત્રિવેદી જે રા’નવઘણનું પાત્ર ભજવ્યું હતું. ત્યારે માતાજીને પ્રાથૅના કરી તે કે મા જો આ ભાલા પર કાળી ચકલી આવીને બેસશે તો હું સમજીશ કે આઈ વરુડી બેઠી છે. અને એ વખતે આ સીનમાં ખરેખર દેવચકલી ભાલાની અણીએ આવીને બેઠી હતી. આ ગુજરાતી ફિલ્મ સુપરહીટ ગઈ હતી. અનેક દર્શકો તેને જોવા માટે સિનેમાઘર સુધી ખેંચાઈને આવ્યા હતા. આ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ પંડયા, ઉર્મિલા ભટ્ટ, મહેશ દેસાઈ, યજક્ષી ટી અને સ્નેહલતાએ અભિનય કર્યો હતો. રા’ નવઘણ જૂનાગઢના રાજા હતા. એવી લોકવાયકા છે કે તે તેમની માતાના ઉદરમાં નવ ચોમાસાં (ઘન) એટલે કે નવ વર્ષ રહ્યો હતો, તેથી તેમનુ નામ નવઘણ પડ્યું. તેઓ ચુડાસમા રાજા રા’ દિયાસના પુત્ર હતા. તેમણે જુનાગઢના વંથલી પર ઇસ. ૧૦૨૫થી ૧૦૪૪ સુધી રાજ કર્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.