(જી.એન.એસ) તા.૨૪
ભારતીય મૂળના અમેરિકન ક્રિકેટર મોનાંક પટેલે પોતાના ધમાકેદાર ખેલથી બાંગ્લાદેશની ટીમને ઘૂંટણ ટેકવા મજબૂર કર્યું છે. ભારતમાં ગુજરાતના માટે અંડર-19 ક્રિકેટ રમી ચૂકેલા મોનાંક પટેલ અમેરિકામાં પણ પોતાના ક્રિકેટ માટેના પ્રેમ અને સમર્પણથી તેઓ આજે એ ટોચ પર પહોંચ્યા છે, જ્યાં પહોંચવાનું દરેક ક્રિકેટરનું સપનું હોય છે. હાલ મોનાંક પટેલ અમેરિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન છે. અલગ અલગ દેશોના ખેલાડીઓથી બનેલી અમેરિકાન ટીમની આગેવાની કરતા મોનાંક પટેલે મોટી સફળતા મેળવી છે. બાંગ્લાદેશની વિરુદ્ધ ટી20 સીરિઝમાં મોટી જીત હાંસિલ કરી છે. અમેરિકાએ મોનાંક પેટલના નેતૃત્વમાં પહેલીવાર કોઈ દેશની વિરુદ્ધ ટી20 સીરિઝમાં જીત મેળવી છે, જે ટેસ્ટ વનડે અને ટી20 ત્રણ ફોર્મેટમાં રમે છે.
મોનાંક પટેલ વિકેટ કીપર, બેટ્સમેન છે. ભારતમાં ગુજરાતની સ્ટેટ ટીમ તરફથી અંડર-16 અને અંડર-19 ટીમ માટે તેઓ રમી ચૂક્યા છે. તો અમેરિકાની તરફથી મોનાંકે 47 વનડે અને 25 ટી20 મેચોમાં મેદાનમાં ઉતરી ચૂક્યાં છે. આ ઉપરાંત તેઓ 67 લિસ્ટ-એ મેચ પણ રમી ચૂક્યા છે. વન-ડે ક્રિકેટમાં મોનાંકે 78.75 ની સ્ટ્રાઈક રેટથી 1446 રન બનાવ્યા છે. તેમાં તેમણે બે શતક અને 10 અર્ધશતક પણ લગાવ્યા છે.
આ સિવાય ટી20 ઈન્ટરનેશનલમાં મોનાંકે 130.86ના સ્ટ્રાઈક રેટથી 441 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં મોનાંકના નામે બે અડધી સદી છે. જ્યારે લિસ્ટ એ માં મોનાંકે 2104 રન બનાવ્યા છે. મોનાંકે આ યાદીમાં 14 અડધી સદી અને 3 અડધી સદી પણ ફટકારી છે. મોનાંક પટેલ અમેરિકન ટીમની કેપ્ટનશીપમાં પણ મોટી મોટી સિદ્ધી હાંસિલ કરી રહ્યા છે. મોનાંકના નેતૃત્વમાં અમેરિકી ટીમ તેની ધરતી પર ટી20 વર્લ્ડ કપમાં યુએસ ટીમનું નેતૃત્વ કરશે. આવી સ્થિતિમાં, આશા રાખવામાં આવે છે કે અમેરિકનો આ આઈસીસી ટૂર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.