Home ગુજરાત ગુજરાતી એન્ટરટેઈનેમેન્ટ ઈન્ડસ્ટ્રીનું જો ઉભરતું નામ કોઈ છે તો ઓમ બારૈયા

ગુજરાતી એન્ટરટેઈનેમેન્ટ ઈન્ડસ્ટ્રીનું જો ઉભરતું નામ કોઈ છે તો ઓમ બારૈયા

40
0

ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક સમયથી ઘણી સારી મ્યુઝિક વીડિયો અને ફિલ્મો બની રહી છે તેના કારણે, નવા-નવા ટેલેન્ટેડ કલાકારો પણ સામે આવી રહ્યા છે અને તેમાંનું ખૂબ જ ઓછા સમયમાં પોપ્યુલર થયેલું નામ એટલે ઓમ બારૈયા.

ઓમ બારૈયાએ ટિક્ટોક જેવા જાણીતા વીડિયો પ્લેટફોર્મથી વિવિધ કોમેડી વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી અને ટૂંક સમયમાં તેણે 7 મિલિયન ફોલોઅર્સ મેળવ્યા હતા. ત્યારબાદ, ઓમે મ્યુઝિક વીડિયોમાં એક્ટર તરીકે પર્દાપણ કર્યું હતું અને તેનું સોન્ગ ‘ઘુમ્મરિયું’ 100 મિલિયનથી વધુ વાર જોવાઈ ચૂક્યું છે.

ઓમે અનેક મ્યુઝિક વીડિયોમાં અભિનય કર્યો છે અને તેના સોન્ગ્સ ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યા છે. ઓમ આ વર્ષે નવરાત્રીમાં સ્પેશિયલ સોન્ગ લઈને આવી રહ્યો છે. જેને ભૂમિ ત્રિવેદી અને આદિત્ય ગઢવીએ સ્વરબદ્ધ કર્યું છે.

ઓમના પિતા છેલ્લા 14 વર્ષથી મોરબીમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીની સ્થાપના કરે છે અને આ વર્ષે તેમણે ભવ્ય ગણપતિ પંડાલનું આયોજન કર્યું છે.

આ વર્ષે આ ગણપતિ પંડાલમાં થીમ બેઝડ ડેકોરેશન કરવામાં આવ્યું છે અને આ ઉજવણીના ભાગ રૂપે આ વર્ષે અનેક ગુજરાતી સેલેબ્રિટી અહીં વિઘ્નહર્તાની પૂજા-અર્ચના કરવા પહોંચશે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિદ્ધાર્થ શુક્લાની પહેલી ડેથ એનિવર્સરી દિવસે જાણીએ તેમના વિશે..
Next articleજેકવેલિન ફર્નાન્ડિઝને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનું ફરમાન આપવામાં આવ્યું