Home ગુજરાત ગુજરાતમા હવે કોરોના કરતા હાર્ટએટેકથી લાગી રહ્યો છે વધુ ડર…

ગુજરાતમા હવે કોરોના કરતા હાર્ટએટેકથી લાગી રહ્યો છે વધુ ડર…

51
0

ગુજરાતમા હવે કોરોના કરતા વધુ ડર હાર્ટએટેકથી લાગી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી એવા કિસ્સા સામે આવી રહ્યા હતા કે ચાલતા, નાચતા, ક્રિકેટ રમતા યુવકો ઢળી પડતા હતા. બાદમાં હાર્ટએટેકથી મોત થતા હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં એકાએક યુવકોના હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે. ત્યારે હાર્ટએટેકથી છેલ્લા બે દિવસમાં ગુજરાતમા 3 યુવકોના મોત નિપજ્યાં છે. જેમાં બે મોત રાજકોટમાં, તો એક મોત પાટણમા થયું છે.

પ્રથમ મોત રાજકોટમાં થયું.. રાજકોટના અમિત ચૌહાણ નામના યુવકનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. અમિત ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્નના આગામી દિવસે ગરબાનો કાર્યક્રમ રાખ્યો હતો. દાંડિયા રાસ રમ્યા બાદ અમિત ચૌહાણ ઘરે આવ્યા હતા. થોડા સમય બાદ તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેઓ બેભાન થયા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ, અમિત ચૌહાણના મોતથી પરિવારમા માતમ છવાયો છે.

બીજું મોત પાટણમાં થયું… પાટણ જિલ્લામાં હારીજમાં હાર્ટએટેકથી એક યુવકનું મોત નિપજ્યું છે. હારીજમાં પાણી પુરવઠા વિભાગમાં કામ કરતા ભરત સોલંકી નામના ડ્રાઈવરે જીવ ગુમાવ્યો. ભરત સોલંકીને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હાર્ટએટેક આવ્યો હતો. ત્રીજું મોત રાજકોટમાં થયું.. રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ છે. રાજકોટના જીવનદીપ સોસાયટીમાં રહેતા લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ સચીન મણિયારને હાર્ટએટેક આવ્યો હતો. વહેલી સવારે હ્રદય રોગનો હુમલો આવ્યા બાદ તેમને સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં તેમનુ મોત થયુ હોવાનું તબીબે જણાવ્યું.

હાર્ટ અટેકના લક્ષણો આપ્રકારે હોય છે… છાતીમાં દુખાવો, બેચેની થવી, બંને હાથમાં દુ:ખાવો થવો, જડબું કે ગળા કે પીઠમાં દુ:ખાવો, મન અશાંત રહે અને ચક્કર આવે, સતત પરસેવો થવો, શ્વાસ લેવામાં મુશ્કેલી થવી, સતત ઉધરસ આવવી.. વગેરે. હાર્ટ અટેકથી બચવાના ઉપાયો આ પ્રકારે છે… પોતાના કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખો, તણાવને ઓછો કરવાનો પ્રયાસ કરો, ખાવામાં તેલનો ઓછામાં ઓછો ઉપયોગ કરો, પોતાના વધી રહેલા વજનને ઓછું કરો, શુગરના દર્દી પોતાના શુગરને નિયંત્રિત રાખે, દરરોજ ચાલવાનું રાખો, દૈનિક હળવી એક્સરસાઈઝ કરવાનું રાખો, જિમમાં હાર્ટ પર અસર કરતી એક્સરસાઈઝ કરવાનું ટાળો અને સલાડ, શાકભાજી અને ફળોનું સેવન કરો.. તો બચી શકાશે..

હાર્ટ અટેકનું મોટું કારણ આ હોઈ શકે છે.. ખોરાકની ખોટી ટેવ, સુસ્ત લાઈફસ્ટાઈલ, ફિઝિકલ એક્ટિવિટીમાં આળસ, આલ્કોહોલનું સેવન, જંક ફૂડ, કામનું સતત દબાણ, વધારે ન્યૂટ્રીશનનો ઉપયોગ, સ્ટેરોઈડનો ઉપયોગ, હાઈ બ્લડ પ્રેશર, પૂરતી ઉંઘ ન લેવી.. હાર્ટ અટેકથી ભારતમાં મોત… જેમાં વર્ષ 2014 – 18,309, વર્ષ 2015 – 18,820, વર્ષ 2016 – 21,914, વર્ષ 2017 – 23,246, વર્ષ 2018 – 25,764 અને વર્ષ 2019 – 28,005 લોકોના મોત થયા હતા..

કેમ આવે છે હાર્ટએટેક?.. જાણો કારણ.. નિષ્ણાતોના મતે આ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. ત્યારે નિષ્ણાતોના મતે, શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. આ વિશે નિષ્ણાતોએ જમાવ્યું કે, પ્લેક એ ચરબીયુક્ત પદાર્થ છે, જે ધમનીની દિવાલોમાં ભેગો થાય છે. આ કારણે યુવાઓને હાર્ટ એટેક આવે છે. ધમનીમાં પ્લેકનું પ્રમાણ વધુ થાય તો ગણતરીની મિનિટોમાં તે 100 ટકા સુધી પહોંચી જાય છે. આવામાં જો વ્યક્તિ વધુ શ્રમ કરે, કસરત કે સ્પોર્ટસ એક્ટિવિટી કરે તો હાર્ટએટેકની સ્થિતિ ઉદભવે છે. છેલ્લા કેટલાક સમયથી કાર્ડિયોવેસ્ક્યૂલર રોગમાં વધારો થવાનું કારણ કોરોના પણ છે.

નિષ્ણાતો કહે છે કે, રોગને લીધે ધમનીઓમાં બ્લોકેજને બદલે પ્લેક સર્જાય છે. જે વધુ ખતરનાક છે. પ્લેક શરીરમાં ધરાવનાર વ્યક્તિને ખબર જ નથી હોતી કે તેના શરીરમાં પ્લેક છે. આ પ્રકારની રોગની સ્થિતિવાળા યુવન દર્દીઓની સંખ્યા ગુજરાતમાં સતત વધી રહી છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે, 40 વર્ષથી નીચેની વયના યુવાઓમાં આ સમસ્યા વધી રહી છે. પરંતુ આ સમસ્યા એકાએક આવતી નથી. તેની પાછળ ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, અનઈવન જીવનશૈલી કારણભૂત હોય છે. આ માટે 30 વર્ષ બાદ રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવતા રહેવુ જોઈએ. જેથી તમને આવતા સંકટ વિશે ચેતી શકો છો. જ્યારે શરીરરમાં અનિયમિતતા અનુભવાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવજો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં છેલ્લા બે મહિનામાં 23 યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં
Next articleમહાઠગ સંજયરાયનું હતું મોટું કૌભાંડ : સરકારની આંખમાં ધૂળ નાંખીને મેળવ્યો કરોડોનો પ્રોજેક્ટ