Home ગુજરાત ગુજરાતમાં સૌધી મોટી પથરી ઓપરેશન કરીને બહાર કાઢવાનો ડોક્ટરનો દાવો

ગુજરાતમાં સૌધી મોટી પથરી ઓપરેશન કરીને બહાર કાઢવાનો ડોક્ટરનો દાવો

629
0

(જી.એન.એસ), તા.૮
ધરમપુરની એક ખાનગી હોસ્પિટલના તબીબે ખારવેલના રામવાડી વિસ્તારના એક પથરીથી પીડાતા દર્દીનું ઓપરેશન કરી ૧ કિલો ૪૦૦ ગ્રામ વજન ધરાવતી પથરી નહીં પરંતુ પથરો બહાર કાઢ્યો હતો. જેની લંબાઇ ૧૩ સે.મી. અને પહોળાઇ ૯ સે.મી. તેમજ ઉંચાઇ ૧૦ સે.મી. છે. ભારતના સૌથી મોટા કદની ઓપરેશન કરી બહાર કઢાયેલી આ પથરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ હોસ્પિટલમાં પેશાબ બંધ થતાં સારવાર માટે દાખલ કરાયેલા ખારવેલના ૪૫ વર્ષીય દર્દી મહેશભાઇ રસિકભાઇ પટેલને અગાઉ ૧૯૯૭માં અકસ્માત નડયો હતો. જેને લઇ તેને પેશાબની નળીમાં ઇજા થતાં તકલીફ ઉભી થઇ હતી. જો કે રેગ્યુલર ટ્રીટમેન્ટથી તકલીફ દૂર થયા બાદ તેના યુરીનરી બ્લેડરમાં ધીમે ધીમે પથરી ડેવલપ થઇ મોટી થઇ હતી.
બુધવારની રાત્રીે અચાનક પેશાબ અટકી જતાં વહેલી સવારે આ દર્દીને ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સોનોગ્રાફી, એક્સ-રે, લોહીની તપાસ વગેરે થયા બાદ ડોકટર પણ આશ્ચર્ય પામ્યા હતા. આ દર્દીનું પેલવીસ ઓક્યુપાઇ થઇ ગયું હતું. જે કલ્પના બહારની વાત કહેવાય. તબીબે તાત્કાલિક ઓપરેશન કરી પથરી બહાર કાઢી હતી. હાલે આ દર્દી સ્વસૃથ છે. આ પથરી યુરીનરી બ્લેડરમાં હતી.
ડોકટરે ઇન્ટરનેટ પર કરેલા સર્ચ આધારે જણાવ્યું છે કે, અત્યાર સુધી વિશ્વની સૌથી મોટામાં મોટી પથરી એક કિલો નવસો ગ્રામની ઓપરેશન કરી બહાર કાઢવામાં આવી હતી. જ્યારે ભારતમાં કાશ્મીરના એક દર્દીમાંથી ૮૩૪ ગ્રામની પથરી ઓપરેશન કરી કાઢવામાં આવી હતી. હાલે ઓપરેશન દ્વારા બહાર કઢાયેલી પથરીનું વજન ૧ ક લિો ૪૦૦ ગ્રામ છે. ગુડગાંવમાં પથરીના કરાયેલા ઓપરેશન દરમિયાન ૧ કિલો ૨૨૦ ગ્રામ વજન હતું પરંતુ તે તૂટક ભાગોમાં બહાર આવી હતી. જ્યારે હાલે કઢાયેલો પથરો એક જ નંગનો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિલ્ડરે અકસ્મતા સર્જી અકસ્માતની હારમાળા, ૫ લોકો ઇજાગ્રસ્ત
Next articleવડોદરામાં બિલ વગર ઓનલાઇન લેપટોન વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું