શ્રી રવિ ભાણ સાહેબ ગુરુગાદી – કહાનવાડી ખાતે યોજાયેલા નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રી એ કહ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતના નિર્માણનો 25 વર્ષનો રોડ મેપ સરકારે બનાવ્યો છે.
વિરાસતની સાથે વિકાસનો કાર્યમંત્ર વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશને આપ્યો છે.
મોદી સાહેબની ગેરંટીના રથ દ્વારા વિકસિત ભારત યાત્રા દરમિયાન લોકોના ઘર સુધી યોજનાના લાભો પહોંચાડ્યા છે.
લોકોની જરૂરિયાત સમજીને પ્રત્યેક ગામ – શહેરોનો સુ-આયોજિત વિકાસ થાય તે માટે સરકાર કટિબધ્ધ
ગુજરાતમાં વિકાસની હેલી ચાલી રહી છે, એક સપ્તાહમાં વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં રૂપિયા ૧.૧૦ લાખ કરોડના કામો ગુજરાતને મળ્યા છે.
વિકાસના કામો નાનામાં નાના ગામ સુધી પહોંચે, છેવાડાના માનવી સુધી પહોંચે એ જ નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે, અને એ તમારા સુધી પહોંચી છે.
કહાનવાડી ખાતેથી આણંદ જિલ્લાને રૂપિયા 106.21 કરોડના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી
(જી.એન.એસ),તા.૦૩
આણંદ,
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે, કબીર સાહેબના સાધના, દર્શન અને વિચારધારાને જીલીને જળહળતો શ્રી રવિ ભાણ સંપ્રદાય સવા ત્રણસો વર્ષથી જ્ઞાન જ્યોત જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે. આ સંપ્રદાયે અનેક સમર્થ તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે. કહાનવાડી ખાતે ૨૦૦ વર્ષ કરતા વધુ સમયથી રવિભાણ સાહેબની ગુરુગાદી સેવારત રહી ધર્મની સાથે સમાજ સેવાનું ઉમદા દાયિત્વ નિભાવી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ આણંદ જિલ્લાના કહાનવાડી સ્થિત શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદી ખાતે આયોજિત નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બની આણંદ જિલ્લાના વિકાસને વેગ આપતા રૂપિયા 106.21 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ – ખાતમુહૂર્ત – લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિરાસતની સાથે વિકાસનો કાર્યમંત્ર આપીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જન જન સુધી વિકાસના કાર્યો પહોંચાડીને વિકાસનો યજ્ઞ આરંભ્યો છે. વિકાસના કાર્યો છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે વડાપ્રધાનશ્રીએ તેમના કાર્ય દ્વારા દેશ – દુનિયાને બતાવ્યું છે.
આ સંદર્ભે ગુજરાતમાં આરંભાયેલા વિકાસના યજ્ઞનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસની હેલી ચાલી રહી છે, છેલ્લા એક સપ્તાહમાં વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં રૂપિયા ૧.૧૦ લાખ કરોડના કામો ગુજરાતને મળ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાતના માધ્યમ દ્વારા વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવાનો સરકારનો સંકલ્પ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, વિકસિત ભારતમાં એક પણ વ્યક્તિ વિકાસથી વંચિત ન રહે તે આપણે જોવું પડશે.
આથી જ વિકસિત ગુજરાતના નિર્માણનો ૨૫ વર્ષનો રોડ મેપ સરકારે બનાવ્યો છે.
ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. લોકોની જરૂરિયાતને સમજીને સરકારે ગામ – શહેરોનો વિકાસ થાય તે માટેનું આયોજનબદ્ધ કાર્ય હાથ ધર્યું છે, વિકાસની આ પરંપરા સુ-આયોજિત રીતે આગળ વધે તે માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા હવે તેના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે.
તેમણે વિકસિત ભારત યાત્રા નો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, વિકસિત ભારત યાત્રાના માધ્યમથી મોદી સાહેબની ગેરંટીના રથ દ્વારા લોકોના ઘર સુધી પહોંચીને તેમને મળવાપાત્ર યોજનાના લાભો પહોંચાડીને વિકસિત ભારતમાં એક પણ વ્યક્તિ વિકાસ લાભ થી વંચિત ન રહે તેની ચિંતા સરકારે કરી છે.
સૌના સાથ સાથે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વિકાસના કામો નાનામાં નાના ગામ સુધી પહોંચે, છેવાડાના માનવી સુધી પહોંચે એ જ નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે, અને એ તમારા સુધી પહોંચી છે.
કાર્યક્રમના પ્રારંભમાં કહાનીવાડી સ્થિત રવિ ભાણ સાહેબ ગુરુગાદીના આચાર્યશ્રી દલપતરામ મહારાજે શાબ્દિક સ્વાગત કરતા ભાણ સાહેબની ગુરુગાદીની પરંપરાનો પરિચય આપ્યો હતો. જ્યારે ભાણસાહેબ ચેતન સમાધિસ્થાન, કમીજળાના મહંત મહામંડલેશ્વર – ૧૦૦૮ શ્રી જાનકીદાસ બાપુ એ કબીરધારાની વિચારધારા સાથે જોડાયેલી રવિભાણ પરંપરાની સમજણ આપી, આ પરંપરાએ ભજન વાણી દ્વારા લોકોને બેઠા કર્યા હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ સભ્યશ્રી મિતેષભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી, રવિભાણ સાહેબ ગુરુગાદી કહાનવાડીના આચાર્યશ્રી દલપતરામ મહારાજ, શ્રી ભાણ સાહેબ ચેતન સમાધિ સ્થળ કમીજળાના શ્રી જાનકીદાસ મહારાજ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસુભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, અધિક નિવાસી કલેકટરશ્રી દેસાઈ, અગ્રણીઓ સર્વશ્રી ગોરધનભાઈ ઝડફિયા, રાજેશભાઈ પટેલ, રાકેશભાઈ શાહ, અધિકારીઓ – પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.