Home ગુજરાત ગુજરાતમાં ‘મેલેરીયા નિર્મૂલન’ના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રીના...

ગુજરાતમાં ‘મેલેરીયા નિર્મૂલન’ના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોની સંકલન બેઠક યોજાઈ

29
0

(જી.એન.એસ),તા.૨૬
કેન્‍દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરીયા નિર્મૂલનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ દ્વારા ‘મેલેરીયા નિર્મૂલન’ના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા આજે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર શ્રી શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોની સંકલન બેઠક યોજાઈ હતી.
મેલેરીયા નિર્મૂલનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓની તેમજ વાહક જન્ય રોગો જેવા કે, મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી. આ ઉપરાંત બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગો દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં વાહક જન્ય રોગ નિયંત્રણ અને અટકાવવા માટે ક્ષેત્રીય કક્ષાએ યોગ્ય કાર્યવાહી થાય તે માટે સહયોગ પ્રાપ્ત થાય તે હેતુથી પ્રેઝન્ટેશન દ્વારા બેઠકમાં વિસ્તૃત સમજણ આપવામાં આવી.
આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક નિયામકશ્રી, કેન્‍દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના ઉચ્ચ આધિકારીઓ, પંચાયત, આયુષ, માર્ગ અને મકાન, નગરપાલિકાઓ, ઉદ્યોગ, મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ વિભાગ, માહિતી ખાતું તેમજ ઇન્ડીયન મેડીકલ એસોસીએસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“સ્વચ્છતા એજ સેવા”સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી ગાંધીનગરના ઈન્દ્રોડા ગામ ખાતે વસ્તી ગણતરી નિયામકની કચેરી દ્વારા રેલીનું આયોજન
Next articleબનાવટી એન્ટીબાયોટીક દવાઓ તથા ગર્ભપાત માટે વપરાતી દવાઓનું ગેરકાયદેસર વેચાણ પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર