Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

12
0

(જી.એન.એસ)તા.૨૧

અમદાવાદ,

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે પહેલા ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી 26મી અને 27મી સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત્ છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં ગુજરાતમાં હજુ સુધી સરેરાશ 43.52 ઇંચ સાથે સરેરાશ 125.21 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવે આગામી અઠવાડિયાના અંતે ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. આગામી 26મી અને 27 સપ્ટેમ્બરના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ માટે યલો ઍલર્ટ જાહેર કરાઈ છે. અમદાવાદની વાત કરવામાં આવે તો હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર આગામી 26 સપ્ટેમ્બરથી પહેલી ઑક્ટોબર દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. શુક્રવારે (20મી સપ્ટેમ્બર) અમદાવાદમાં  35.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો વધારો થયો હતો. ગત રાત્રિએ સરેરાશ લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી નોંધાયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકર્ણાટકના મંત્રીએ વિવાદને વધુ વેગ આપ્યો અને કહ્યું કે,”પેલેસ્ટાઈનનો ધ્વજ પકડવામાં કંઈ ખોટું નથી”
Next articleછોટા ઉદેપુરનાં પૂર્વ સાંસદના ભત્રીજાનું ફાયરિંગમાં મોત