મોદી-શાહની હાજરીમાં ૨૦ સભ્યોના મંત્રીમંડળમાં 9 કેબિનેટ અને 10 રાજ્યકક્ષાના પ્રધાનોએ લીધા શપથ
(જી.એન.એસ.) ગાંધીનગર, તા 26
ગુજરાતમાં સતત છઠ્ઠી વખત ભાજપ સરકારે શપથગ્રહણ કર્યા છે. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ સોંગદ લેવડાવ્યા હતા. સીએમ પદે વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ પદે નિતીન પટેલે સોંગદ લીધા હતા. શપથવિધિ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ 18 રાજ્યોના સીએમ, ડેપ્યુટી સીએમ સહિત, કેન્દ્રીય પ્રધાનો, વરિષ્ઠ નેતા અને સાંસદ એલ.કે. અડવાણી સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. 4000થી વધુ સાધુ સંતો, વીવીઆઈપી, ઉદ્યોગપતિઓ, ભાજપના કાર્યકરો, સરકારી અધિકારીઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ જે.એન.સિંહે શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.
રાજ્યપાલ ઓપી કોહલીએ મુખ્યમંત્રી પદે વિજય રૂપાણીને તેમજ ડેપ્યુટી સીએમ પદે નીતિન પટેલને પદ તેમજ ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. રૂપાણી મંત્રીમંડળમાં સીએમ ડેપ્યુટી સીએમ સહિત 10 કેબિનેટ મંત્રીઓ તેમજ 10 રાજ્યકક્ષાના મંત્રીઓને પણ રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા.
ગાંધીનર સચિવાલમાં હેલિપેડ ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં હાજર રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી મિની રોડ શો દ્વારા તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. ગાંધીનગરમાં માતા હીરાબાને મળીને આર્શિવાદ લીધા હતા. ત્યારબાદ તેઓ શપથવિધિ સમારોહમાં પહોંચ્યા હતા. શપથવિધિ માટેના મુખ્ય મંચ પર પીએમ મોદી તેમના ભૂતપૂર્વ રાજકીય સાથીદારો એવા પૂર્વ સીએમ કેશુભાઈ પટેલ અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને જન વિકલ્પ મંચનો નવો મોરચો માંડનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાને થોડી ક્ષણ માટે મળ્યા અને તેમની સાથે વાતચીત કરી હતી
સીએમ પદે વિજય રૂપાણીકેબિનેટ પ્રધાન
(1) ડેપ્યુટી સીએમ નિતિન પટેલ
(2) આર. સી. ફળદુ
(3) ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા
(4) કૌશિકભાઈ પટેલ
(5) સૌરભભાઈ પટેલ
(6) ગણપત વસાવા
(7) જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા
(8) દિલીપકુમાર વિરાજીભાઈ ઠાકોર
(9) ઈશ્વરભાઈ રમણભાઈ પરમાર
રાજ્યકક્ષાના પ્રધાનો
(1) પ્રદિપસિંહ જાડેજા
(2) પરબતભાઈ પટેલ
(3) પરસોત્તમ સોલંકી
(4) બચુભાઈ ખાબડ
(5) જયદ્રથસિંહ પરમાર
(6) ઈશ્વરભાઈ પટેલ
(7) વાસણભાઈ આહિર
(8) વિભાવરીબહેન દવે
(9) રમણલાલ પાટકર
(10) કિશોર કાનાણી(કુમાર)
રૂપાણી સરારના શપથવિધિ સમારોહની સાથે સાથે…….
શપથવિધિ સમારોહમાં પાર્થિવ ગોહિલ, ઈસ્માઈલ દરબાર અને ફરીદા મીરે દેશભક્તિના સૂર રેલાવ્યા હતા.
સીએમ વિજય રૂપાણી સહપત્ની શપથવિધિ અગાઉ પંચદેવ મંદિર અને અક્ષરધામ જઈને પૂજા કરી સંતોના આશિર્વાદ મેળવ્યા હતા.
શપથવિધિ સમારોહમાં ગુજરાતભરના સાધુ સંતો આશિર્વાદ આપવા પધાર્યા, સાલ ઓઢાડીને સંતોનું સન્માન કરાયું
અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા પછી પીએમ નરેન્દ્ર મોદી રાયસણ હીરાબાને મળ્યા પહોંચ્યા હતા.
હીરાબાના આશિર્વાદ મેળવી તેઓ મીની રોડ શો યોજી રાજભવન ગયા હતા.
પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જતા રસ્તામાં ખુબ મોટી સંખ્યામાં નગરજનોએ અભિવાદન કર્યું હતું,
પીએમ મોદી પણ કારની બહાર નિકળી નગરજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
પૂ્વ મુખ્યપ્રધાન અને વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલ શપથવિધિ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શંકરસિંહ વાધેલા શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત, પીએમ મોદી મળ્યા
ભારત માતાની જય સાથે શપથવિધિ સમારોહ પુરો થયો
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.