Home ગુજરાત ગુજરાતમાં ‘બૂલેટ’ ગતિએ વધતો કોરોનાઃ રેકોર્ડબ્રેક 778 કેસ,17ના મોત

ગુજરાતમાં ‘બૂલેટ’ ગતિએ વધતો કોરોનાઃ રેકોર્ડબ્રેક 778 કેસ,17ના મોત

234
0

હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતી જાય છે. ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ વધી રહી છે. અગાઉ 700ને પાર પહોંચેલો કોરોના હવે રોજના 800 કેસોની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીનાં સૌથી વધારે 778 કેસો નોંધાયા છે. જ્યારે 17 લોકોનાં મોત નિપજ્યા છે. અને 421 લોકો સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 37636 પર પહોંચ્યો છે. અને મોતનો કુલ આંક 1979 જ્યારે ડિસ્ચાર્જનો કુલ આંક 26744 છે.

અનલોકનાં તબક્કામાં ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અમદાવાદમાં કેસો ઘટ્યા છે, જેની સામે સુરતમાં સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજના દિવસે નોંધાયેલ કેસોની વિગત જોઈએ તો, સુરત કોર્પોરેશન ૨૦૪, અમદાવાદ કોર્પોરેશન ૧૭૨, વડોદરા કોર્પોરેશન ૪૯, સુરત ૪૫, રાજકોટ કોર્પોરેશન ૩૨, વલસાડ ૨૧, વડોદરા ૧૯, અમદાવાદ ૧૫, મહેસાણા ૧૫, ભરૂચ ૧૫, કચ્છ ૧૪, ગાંધીનગર ૧૩, નવસારી ૧૩, ભાવનગર કોર્પોરેશન ૧૨, બનાસકાંઠા ૧૨, ખેડા ૧૧, સુરેન્દ્રનગર ૧૧, આણંદ ૧૦, ભાવનગર ૯, જામનગર કોર્પોરેશન ૮, રાજકોટ ૮, જુનાગઢ કોર્પોરેશન ૭, મહીસાગર ૭, અમરેલી ૬, દાહોદ ૬, જુનાગઢ ૬, ગાંધીનગર કોર્પોરેશન ૫, પાટણ ૫, મોરબી ૫, અરવલ્લી ૪, પંચમહાલ ૪, ગીર-સોમનાથ , તાપી ૩, સાબરકાંઠા ૨, છોટા ઉદેપુર ૨, જામનગર ૨, નર્મદા ૧, બોટાદ ૧, દેવભૂમિ દ્વારકા ૧ કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૮૯૧૩ પર પહોંચી ગઈ છે, જેમાંથી ૬૧ દર્દીઓની હાલત ગંભીર છે અને ૮૮૫૨ દર્દીઓની હાલત સ્થિર છે. આજે અમદાવાદ કોર્પોરેશન ૦૪, સુરત કોર્પોરેશન ૦૩, અમદાવાદ ૦૧, દેવભૂમિ દ્વારકા ૦૧, બનાસકાંઠા ૦૧, જામનગર કોર્પોરેશન ૦૨, મોરબી ૦૧, પાટણ ૦૧, ખેડા ૦૧, રાજકોટ ૦૧, ગાંધીનગરમાં ૦૧ દર્દીનું કોરોનાને કારણે મોત નિપજ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યમાં કોરોના બ્લાસ્ટ: રેકોર્ડબ્રેક 712 પોઝિટિવ કેસ અને 21ના મોત
Next articleગાંધીનગરમાં વોરિયર્સ તરીકે ફરજ બજાવી ચૂકેલા ડો.તુલિશયએ ગાંધીનગર SPને ચાર તાલુકા ઓફિસર સામે કરી અરજી