Home ગુજરાત ગુજરાતમાં થયેલા 22 એન્કાઉન્ટર્સ મુદ્દે આગામી એક મહિનામાં વધશે મોદી-શાહની ‘સુપ્રીમ’ મુશ્કેલી…?

ગુજરાતમાં થયેલા 22 એન્કાઉન્ટર્સ મુદ્દે આગામી એક મહિનામાં વધશે મોદી-શાહની ‘સુપ્રીમ’ મુશ્કેલી…?

744
0

(જી.એન.એસ., પ્રશાંત દયાળ), તા.9
સોહરાબુદ્દીન શેખના બનાવટી એન્કાઉન્ટર કેસમાં તાજેતરમાં મુંબઈની ખાસ સીબીઆઈ કોર્ટે તમામ પોલીસ અધિકારીઓને નિર્દોષ છોડી દેવાનો આદેશ કરતા ગુજરાત પોલીસ અને ભાજપ સરકારે હાશકારો અનુભવ્યો હતો. પરંતુ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં 2002થી 2007 દરમિયાન થયેલા એન્કાઉન્ટર મામલે ખાસ તપાસ દળે પોતાનો રિપોર્ટ રજુ કર્યો છે જેના કારણે અંદેશો એવો છે કે ભાજપ સરકારની મુશ્કેલી વધી શકે છે. ખાસ તપાસ દળ દ્વારા જે એન્કાઉન્ટર્સની તપાસ કરવામાં આવી તે ગાળામાં ગુજરાતના મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી હતા.
સુપ્રીમ કોર્ટમાં થયેલી એક પિટિશન બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા નિવૃત્ત જજ એચ. સી. બેદીના નેતૃત્વમાં એક ખાસ તપાસ દળની રચના કરી હતી. આ તપાસ દળે ગુજરાતમાં 2002 થી 2007 દરમિયાન થયેલા 22 એન્કાઉન્ટર્સની સત્યતા તપાસી તેનો અહેવાલ સુપ્રીમ કોર્ટને સુપ્રત કરવાનો હતો. આ તપાસ દળમાં જસ્ટીશ બેદીની સાથે સિનિયર આઈપીએસ અધિકારીઓ પણ હતા જેમાં હાલમાં સીબીઆઈમાં ફરજ બજાવી રહેલા ગુજરાત કેડરના અધિકારી એ. કે. શર્મા પણ હિસ્સો હતો.
જસ્ટીશ એચ. સી. બેદી દ્વારા તમામ એન્કાઉન્ટરના દસ્તાવેજો અને તેના પુરાવાઓ ધ્યાનમાં લઈ એક ખાસ અહેવાલ સુપ્રીમ કોર્ટને સુપ્રત કર્યો હતો. જો કે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે વાંધો લીધો હતો કે જસ્ટીશ બેદી દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવેલા રિપોર્ટ તેમના તપાસ દળના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવ્યો છે. જ્યારે જસ્ટીશ બેદી દ્વારા તેના જવાબમાં જણાવ્યુ હતું કે તેમણે પોતાના સાથીઓ સાથે ચર્ચા કરી રીપોર્ટ રજુ કર્યો છે. એવુ માનવામાં આવે છે કે ગુજરાત સરકારે જે રીતે જસ્ટીશ બેદીના રિપોર્ટ સામે વાંધો લીધો તેનો અર્થ બેદીના રિપોર્ટમાં કેટલાંક પોલીસ એન્કાઉન્ટર્સ સામે સવાલ ઉભા કરવામાં આવ્યા છે જેને લઈ ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારને મુશ્કેલીઓ વધી શકે છે.
જો કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના વાંધોને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્યુ કે જસ્ટીશ બેદીના રિપોર્ટની કોપી આ કેસના અરજદાર વર્ગીશ અને જાવેદ અખ્તરને કોર્ટ દ્વારા પુરી પાડવામાં આવશે. હવે આ મામલે વધુ સુનાવણી એક મહિના પછી થવાની છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસવર્ણોને આર્થિક અનામત – રાજકીય નિર્ણય, કોને ફાયદો કોને નુકસાન !
Next articleવાયબ્રન્ટ ગુજરાતઃ રોકાણનાં આંકડાઓ સાથે બેરોજગારીના આંકડા પણ વધ્યા….!!?