Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ ખાબક્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ ખાબક્યો

23
0

(જી.એન.એસ) તા. 23

ગાંધીનગર/પોરબંદર/દ્વારકા,

રાજ્યમાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ પડ્યો છે. માણાવદરમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વિસાવદરમાં 9 ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ પલસાણા અને કેશોદમાં 8.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.કચ્છ, વલસાડ, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથ દરેક જગ્યાએ અત્યારે સારો એવો વરસાદ થયો છે. તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો, કચ્છ જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો છે. આ સાથે મુન્દ્રામાં 5 ઇંચ અને માંડવીમાં 4 ઇંચ વરસાદ પડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, નખત્રાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેથી વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. તેમજ દ્વારકામાં પોણા 8 ઈંચ અને કપરાડામાં 8 ઈંચ વરસાજ વરસ્યો હતો. આ ઉપરાંત વાપી, માળીયાહાટીના, ચીખલીમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. કામરેજ અને ઉપલેટામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ 31 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

ટકાવારી અનુસાર વરસાદની વાત કરીએ તો આ સિઝનમાં 44.29 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 66 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 50 ટકા અને ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતમાં માત્ર 24 ટકા વરસાદ પડ્યો છે.

વલસાડમાં વરસાદની વાત કરવામાં આવે તો અહીં પણ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, ડેમમાં 74,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમના 10 દરવાજા 2.2 મીટર ખોલાયા છે. ડેમમાંથી 86,000 ક્યુસેકથી વધુ પાણી દમણ ગંગા નદીમાં છોડાયું હતું. જેના કારણે દમણ ગંગા નદી તોફાની સ્વરૂપે જોવા મળતા નદી કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવાના સૂચન આપવામાં આવી છે.

જામનગરની જીવાદોરી સમાં રણજિત સાગર ડેમના આહલાદક આકાશી દ્રસ્યો જોવા મળ્યા છે. ડેમ પરથી પડતો પાણીનો પ્રવાહ મનભાવન લાગી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આંખોમાં સમાઈ જાય એવો નજારો સામે આવ્યો છે. આ રણજિત સાગર ડેમનું પાણી માત્ર જામનગર શહેરને પીવા માટે અનામત રાખવામાં આવે છે. આ સાથે 1940માં જામ રાજવીએ આ રણજિત સાગર ડેમ બંધાવ્યો હતો.

જૂનાગઢના માણાવદરમાં 10 ઇંચ વરસાદ થયો જ્યારે જૂનાગઢના વિસાવદરમાં સવા 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે સુરતના પલસાણામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. તો સુરતના બારડોલી, જૂનાગઢના કેશોદમાં 7 – 7 ઇંચ વરસાદ થયો છે. એટલું જ નહીં પરંતુ વલસાડના કપરાડામાં સાડા 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે માળિયા મિયાણા,વાપી,દ્વારકા, ઉપલેટામાં 6 ઇંચ વરસાદ થયો છે. નોંધનીય છે કે, રાણાવાવ, ઉમરગામ,કામરેજમાં સવા 5 ઇંચ વરસાદ થયો તો, ગીરગઢડા, ચીખલી, માંડવી અને કુતિયાણામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરકારે ડિફેન્સ માટે 6.21 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ જેથી દેશની ત્રણેય સેનાઓને તાકાત પ્રદાન કરવાની સાથે સૈન્ય કર્મીઓ, પૂર્વ સૈનિકોને પણ લાભ મળશે
Next articleસાપ્તાહિક બજાર યોજના અંતર્ગત 100 સાપ્તાહિક હાટને પ્રોત્સાહન આપવાની સામાન્ય બજેટ 2024માં જાહેરાત