Home ગુજરાત ગુજરાતમાં ગરમીથી ક્યારે મળશે છુટકારો ? કઇ તારીખથી બેસશે ચોમાસું? પરેશ ગોસ્વામીની...

ગુજરાતમાં ગરમીથી ક્યારે મળશે છુટકારો ? કઇ તારીખથી બેસશે ચોમાસું? પરેશ ગોસ્વામીની આગાહી

16
0

(જી.એન.એસ) તા.૨૧

ગુજરાતમાં હાલ ભયંકર ગરમી પડી રહી છે સાથેજ રાજ્યના અનેક જિલ્લાઓમાં તો તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. લોકો આ આગ ઓકતી ગરમીથી કંટાળી ગયા છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી અને પ્રિ મોન્સૂન એક્ટિવિટી અંગે અનેક અનુમાન કરતા કહ્યું હતું કે, બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાથી ગુજરાતીઓને ડરવાની જરૂર નથી તેમ પણ જણાવ્યુ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, 23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલુ રહેશે. 24મીથી 30 તારીખ સુધીમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે. આ દિવલોમાં બે ડિગ્રીથી લઇને 2.6 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ હતું કે 19મી તારીખથી આંદામાન નિકોબાર સહિત દક્ષિણના અનેક વિસ્તારોમાં ચોમાસું બેસી ગયુ છે. બંગાળની ખાડી અને અરબ સાગર ચોમાસાને આગળ ધપાવવા માટે હાલ ફેવરેબલ છે. એટલે ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, 25થી લઇને 30 મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થઇ શકે છે. તાપમાનમાં પણ 2.6 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઇ શકે છે.

પરેશ ગોસ્વામીએ કહ્યુ કે, કેરળમાં હજી સત્તાવાર ચોમાસું બેઠું નથી પરંતુ અનુમાન પ્રમાણે 27 મેના રોજ કેરળમાં વિધિવત રીતે ચોમાસું આવી શકે છે. જે બાદ મહારાષ્ટ્ર થઇને વલસાડ જિલ્લામાં ચોમાસું આવશે. ચોમાસું મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ વહેલું આવશે પરંતુ તે 48 કલાક જેવું ત્યાં રોકાઇ શકે છે. જેથી ગુજરાતમાં વિધિવત ચોમાસું વહેલું આવશે પરંતુ એકાદ દિવસ જ વહેલું આવવાની શક્યતા છે. 14મી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી જશે તેવું પણ અનુમાન છે.

આ સાથે તેમણે જણાવ્યુ કે, 14મી જૂને વલસાડ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ચોમાસું આવી જશે પરંતુ તેને બનાસકાંઠા પહોંચતા 26મી જૂન સુધીનો સમય લાગી શકે છે.

આ સાથે તેમણે વાવાઝોડા અંગે જણાવ્યુ કે, બંગાળની ખાડીમાં સક્રિય થઇ રહેલા વાવાઝોડાની થોડી અસર ગુજરાત પર થાય પરંતુ તેની સીધી અસર આપણને નહીં થઇ શકે. જોકે, તાપમાન આવું જ ઉપર રહેશે તો અરબી સમુદ્રમાં વાવાઝોડું બની શકે છે. જો ત્યા વાવાઝોડું સક્રિય થાય તો જ ગુજરાતવાસીઓએ સાવધાન થવુ પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ એરપોર્ટ પરથી ડુપ્લીકેટ પાસપૉર્ટ સાથે એક વ્યક્તિ પકડી પાડવામાં આવ્યો
Next articleકડીમાં દારુની રેલમછેલ બંધ કરાવવા માટે એમએલએ કરશન સોલંકી પહોચ્યા પોલીસ મથક